Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sthanik Swaraj Election Result 2025: ફરી ભાજપનો ભગવો લહેરાયો,10 નપામાં ક્લિન સ્વીપ, કોંગ્રેસ-AAP નાં સૂપડા સાફ

રાજ્યની 10 નગરપાલિકાઓમાં ભાજપની ક્લિન સ્વીપ ઓડ નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે અંકે કરી જામજોધપુરની તમામ 28 બેઠકો પર ભાજપની ભવ્ય જીત દ્વારકા નગરપાલિકાની તમામ 28 બેઠક પર વિજય લહેર     Sthanik Swaraj Election Result 2025: ગુજરાતમાં યોજાયેલી...
sthanik swaraj election result 2025   ફરી ભાજપનો ભગવો લહેરાયો 10 નપામાં ક્લિન સ્વીપ  કોંગ્રેસ aap નાં  સૂપડા સાફ
Advertisement
  • રાજ્યની 10 નગરપાલિકાઓમાં ભાજપની ક્લિન સ્વીપ
  • ઓડ નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે અંકે કરી
  • જામજોધપુરની તમામ 28 બેઠકો પર ભાજપની ભવ્ય જીત
  • દ્વારકા નગરપાલિકાની તમામ 28 બેઠક પર વિજય લહેર

Advertisement

Sthanik Swaraj Election Result 2025: ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતમાં જૂનાગઢ મહાનગર પાલિકા, ગાંધીનગર તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયત સહિત 68 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આજે પરિણામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી મોટી જીત મેળવી છે.જેમાં રાજ્યની 10 નગરપાલિકાઓમાં ભાજપની ક્લિન સ્વીપ મળી છે

Advertisement

રાજ્યની 10 નગરપાલિકાઓમાં ભાજપની ક્લિન સ્વીપ

  • ઓડ નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે અંકે કરી
  • જામજોધપુરની તમામ 28 બેઠકો પર ભાજપની ભવ્ય જીત
  • દ્વારકા નગરપાલિકાની તમામ 28 બેઠક પર વિજય લહેર
  • બાંટવા નગરપાલિકાની તમામ 24 બેઠકો પર જીત કરી હાંસલ
  • કોડીનાર પાલિકાની તમામ 28 બેઠક ભાજપે જીતી
  • ભચાઉ પાલિકાની તમામ 28 બેઠક પર ભાજપનો વિજય
  • જાફરાબાદ પાલિકાની તમામ 28 બેઠક પર જીત્યું
  • રાજુલા પાલિકાની તમામ 28 બેઠક પર કમળ ખિલ્યું
  • ચલાલા પાલિકાની 24 બેઠકો ભાજપે જીતી લીધી
  • તળાજા પાલિકાની તમામ 28 બેઠકો ભાજપે જીતી
  • તલોદની 24 પૈકી 22 બેઠકો પર ભાજપની જીત
  • માણસાની 28 પૈકી 27 બેઠકો પર ભાજપની જીત
  • વડનગરની 28 પૈકી 26 બેઠકો ભાજપને ફાળે આવી
  • રાધનપુરની 28 પૈકી 25 બેઠકો પર ભાજપનો વિજય
  • હાલોલની 36 પૈકી 24 બેઠકો પર ભાજપને જીત મળી

આ  પણ  વાંચો-Chhota Udepur માં ચૂંટણી પરિણામ બાદ બબાલ, BSP અને ભાજપ કાર્યકરો આવ્યા સામ-સામે

ભાજપનો જોવા મળ્યો દબદબો

ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગર પાલિકા સાથે કુલ 62 નગરપાલિકા પર જીત મેળવી છે. ત્રણેય તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ઉત્સાહજનક છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર એક નગરપાલિકા આવી છે. જ્યારે પાંચ નગરપાલિકામાં અન્યની જીત થઈ છે. તમે પણ જાણો કઈ પાલિકામાં કઈ પાર્ટીને જીત મળી છે.

આ  પણ  વાંચો-Gujarat Local Body Election Result : સૌરાષ્ટ્રમાં ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો

ભારતીય જનતા પાર્ટી અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ગ્રાન્ડ વિજય મેળવ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ગ્રાન્ડ વિજય મેળવ્યો છે. 68 નગરપાલિકાઓમાં 1403 બેઠકો પર જીત મેળવી, ભાજપે ગતચૂંટણીના તમામ રેકૉર્ડ તોડી નવો ઈતિહાસ રચ્યો છે.ભુપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટીલની નેતૃત્વમાં પક્ષે મોટી સફળતા હાંસલ કરી છે. તેમનો નેતૃત્વ જનતાના પ્રચંડ આશીર્વાદથી મજબૂત બન્યો છે, અને ભાજપે ફરી એકવાર આ ચર્ચામાં આગળ રહી છે.વિપક્ષ અને તેમનાં જૂથવાદી મુદ્દાઓએ કોઈ અસર ન કરી, જ્યારે મોદીના કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશના મજબૂત નેતૃત્વના કારણે ભાજપને આશાપૂર્વક સક્રિય અને સુપ્રસિદ્ધ કાર્યને અનુસરવામાં મદદ મળી. ત્યારે કોંગ્રેસનો વધુ એક ચૂંટણીમાં કારમો હાર થયો છે.જેમાં માત્ર 262 બેઠકો પર સીમિત રહી અને જ્યારે બાકી અન્ય પક્ષો મળીને માત્ર 247 બેઠકો પર જ મર્યાદિત રહી ગયા.

Tags :
Advertisement

Trending News

.

×