રાજ્ય સરકાર દ્વારા ગોધરા ST નિગમને આધુનિક સુવિધા ધરાવતી 54 નવીન એસટી બસોની ફાળવણી કરાઈ
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમને આધુનિક સુવિધાઓ ધરાવતી નવીન એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગોધરા એસટી વિભાગ માટે કુલ 54 નવીન એસટી બસોની ફાળવણી નિગમને કરવામાં આવી છે. ત્યારે ગોધરા એસટી ડેપોને 3 નવીન...
07:07 PM Mar 09, 2024 IST
|
Harsh Bhatt
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમને આધુનિક સુવિધાઓ ધરાવતી નવીન એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગોધરા એસટી વિભાગ માટે કુલ 54 નવીન એસટી બસોની ફાળવણી નિગમને કરવામાં આવી છે. ત્યારે ગોધરા એસટી ડેપોને 3 નવીન એસટી બસોની ફાળવની કરવામાં આવી છે. આજ રોજ ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી અને ગોધરા એસટી વિભાગના અધિકારી ની પ્રમુખ ઉપસ્થિતિમાં આ ત્રણે નવીન એસટી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાયું હતું. ગોધરા એસટી બસ સ્ટેન્ડ ખાતે થી ત્રણ નવીન એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પંચમહાલ ગોધરા એસટી ડિવિઝનને તાજેતરમાં સરકાર દ્વારા ૫૪ નવીન એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી ગોધરા ડેપોમાં ત્રણ નવી બસ ફાળવવામાં આવી હતી. જેને ફતેપુરા સેલવાસ, ગોધરા સેલવાસ અને પાવાગઢ માચીથી અમદાવાદ રૂટ ઉપર શરૂ કરવામાં આવી છે .આ ત્રણેય બસને ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજીએ ગોધરા મધ્યસ્થ એસ.ટી બસ સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે એસટી વિભાગના વિભાગ નિયામક સહિત ભાજપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .આ ત્રણેય રૂટની એસટી બસ મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે એવો આશાવાદ ધારાસભ્ય સી કે રાઉલજીએ વ્યક્ત કર્યો હતો. સાથેજ સરકાર દ્વારા ગોધરા ડિવિઝન ને 54 નવીન બસો ફાળવામાં આવી છે ત્યારે ગોધરા ડિવિઝનમાં નવીન બસો આવાના કારણે મુસાફરોને સારી સુવિધાઓ મળશે. નવીન એસટી બસોમાં તમામ પ્રકારની અદયતન સુવિધાઓ હોવાથી લોકો સમય પર પોતાના સ્થળે પોહચી શકશે અને એસટી નિગમ ના આવક માં વધારો થશે તેમ ગોધરા એસટી વિભાગના અધિકરીએ જણાવ્યું હતું.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો : Ahmedabad : ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે ‘નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો
Next Article