Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Halvad: પ્રતાપગઢ ગામના નજીક ST બસને નડ્યો અકસ્માત, 12થી વધુ મુસાફરો ઘાયલ

આણંદથી મુન્દ્રા તરફ જતી બસને નડ્યો અકસ્માત બંધ પડેલા ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં 12થી વધુ પેસેન્જરોને પહોંચી ઇજા ઇજાગ્રસ્તોને હળવદ ,મોરબી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડ્યા Halvad: મોરબી હળવદ (Halvad)ના પ્રતાપગઢ ગામના પાટિયા નજીક એસટી...
09:08 AM Sep 19, 2024 IST | VIMAL PRAJAPATI
Accident
  1. આણંદથી મુન્દ્રા તરફ જતી બસને નડ્યો અકસ્માત
  2. બંધ પડેલા ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો
  3. અકસ્માતમાં 12થી વધુ પેસેન્જરોને પહોંચી ઇજા
  4. ઇજાગ્રસ્તોને હળવદ ,મોરબી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડ્યા

Halvad: મોરબી હળવદ (Halvad)ના પ્રતાપગઢ ગામના પાટિયા નજીક એસટી બસનો અકસ્માત થયો છે. મળતી જાણકારી પ્રમાણે આણંદથી મુન્દ્રા તરફ જતી એસટી નંબર GJ 18 Z 9509 સ્લીપર કોચને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, બંધ પડેલ ટ્રક પાછળ એસટી બસ ઘૂસી જતા પેસેન્જરોને ઈજાઓ પહોંચી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 12 થી વધુ લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે હળવદ, મોરબી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Gujarat: ચોમાસું હજી પૂર્ણ નથી થયું! આગામી સમયમાં ક્યાં થશે વરસાદ? જાણો શું કહ્યું હવામાન વિભાગે

અકસ્માતમાં 12 થી પણ વધારે લોકોને ઈજાઓ થઈ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અકસ્માતમાં 12 થી પણ વધારે લોકોને ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ લોકોને હળવદ (Halvad) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય પેસેન્જરને મોરબી અને સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે રસ્તા પર અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી હતીં. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ પણ આવી પહોંચી હતી. જેમાં અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: One Nation-One Elections: જાણો ગુજરાત સહિત આ રાજ્યોને શું અસર થશે

આ લોકોને સારવાર માટે હળવદ ખસેડાયા
નામઉંમરરહેઠાણ
દક્ષાબેન મનીષભાઈ30 વર્ષઅંજાર કચ્છ,
પટેલ અશોકભાઈ નારણભાઈ49 વર્ષઅંજાર કચ્છ,
કોકિલાબેન રાજુભાઈ50 વર્ષપેટલાદ,
ભરતકુમાર શનાભાઈ પટેલ49 વર્ષનડિયાદ,
તુલસીભાઈ પરબતભાઇ પરમાર27 વર્ષ
ગાંધીધામ કચ્છ પૂર્વ,
સંજય મનસુખભાઇ ડાભી28 વર્ષઅંજાર કચ્છ,
માનસિંગ ભાઈ પુનાભાઈ પરમાર65 વર્ષપાંદડી,
લક્ષ્મીબેન મનીષભાઈ47 વર્ષઅંજાર કચ્છ

આ પણ વાંચો: Bihar : નવાદાના મહાદલિત ટોલામાં ગુંડાઓએ ગોળીબાર કર્યો, 80 ઘરોને આગ લગાવી

Tags :
Accidentaccident newsGujaratGujarat AccidentGujarati NewsHalvad AccidentVimal Prajapati
Next Article