Women MLAs : રાજ્યની મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે વિશેષ ભેટ
- Women MLAs -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ
14 મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાશે
:મહિલા ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો: - વધારાની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ “કેચ ધ રેઈન” -Catch the Rain અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા મહિલા વિધાયકોને મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યની મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ કામો માટે વિશેષ ભેટ આપી છે.
Women MLAs -મુખ્યમંત્રીશ્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2025-26ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા ૧૪ મહિલા ધારાસભ્યો (Women MLAs)ને પ્રત્યેકને તેમના મત વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ વિકાસ કામો માટે વધારાના રૂ.2કરોડની ગ્રાન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ના આ મહિલા જનપ્રતિનિધિ( હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.
રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતાં મહિલા ધારાસભ્યશ્રી(Women MLAs)ઓએ મુખ્યમંત્રીના આ વિકાસલક્ષી નિર્ણય અંગે વિધાનસભા કાર્યાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ વધારાની રૂ. 2 કરોડની ગ્રાન્ટમાંથી પ્રત્યેક મહિલા ધારાસભ્ય 50 લાખ રૂપિયા “કેચ ધ રેઈન” Catch the Rain અભિયાનના કામો માટે ઉપયોગમાં લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વરસાદી જળસંચય અને જળસિંચન માટે દેશવાસીઓને કરેલા આહવાનને સાકાર કરે તેવો અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો- CCI : ભારત સરકારે કપાસ માટે રૂ. 7471 ટેકાનો ભાવ જાહેર કર્યો