કોટડા જડોદરના સામાજિક આગેવાન વસંત ખેતાણી પર કરાયો હુમલો
અહેવાલ - કૌશિક છાયા
નખત્રાણા તાલૂકાના કોટડા જડોદરના સામાજિક આગેવાન વસંત ખેતાણી પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી સમયે વસંત ખેતાણી ઉમેદવાર હતા આ સમયે ભાજપને ટેકો આપ્યો હતો.
ભોગ બનનાર દ્વારા આજે હાલમાં અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ જાડેજા ખનીજ ચોરી કરતા હોવાની અરજી આજે મુખ્યમંત્રીને કરાઈ હતી. સવારે અરજી કરાઈ હતી અને સાંજે કેટલાક શખ્સોએ ધોકા વડે તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ વસંતભાઈ દ્વારા કરાયો છે. આજે કરેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે અર્જુનસિંહ બ્લેક ટ્રેપની લીજ બહારથી માલ ઉપાડીને લાખો ટનની ચોરી કરી રહ્યા છે. એટલું જ નહીં કોઈ બોલવા જાય તો તેમને ધમકી પણ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે.
આજે હુમલાની ઘટનાના CCTV ના વીડિયો સામે આવ્યા છે. હાલ આ ઘટનામાં કોણે હુમલો કર્યો છે તે અંગે નખત્રાણા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. અરજી મુદ્દે હુમલો થયો છે કે અન્ય કોઈ બાબત તે તપાસ દરમિયાન બહાર આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે