હિંમતનગરમાં CTMBS ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત શ્રી દયાશંકર હરિશંકર જોશી કપ ટુર્નામેન્ટ યોજાઈ
CTMBS : સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં-શામળાજી નેશનલ હાઈવે પર આવેલ ધ ગેલેક્ષી સ્પોટ્સ ક્લબ ખાતે આજે (CTMBS-2024) ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રી દયાશંકર હરિશંકર જોશી ક્રિકેટ કપ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુંબઈ સહીત આઠ શહેરોમાંથી 12...
10:12 PM Jan 07, 2024 IST
|
Harsh Bhatt
CTMBS : સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં-શામળાજી નેશનલ હાઈવે પર આવેલ ધ ગેલેક્ષી સ્પોટ્સ ક્લબ ખાતે આજે (CTMBS-2024) ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રી દયાશંકર હરિશંકર જોશી ક્રિકેટ કપ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુંબઈ સહીત આઠ શહેરોમાંથી 12 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની મેચનો સવારથી પ્રારંભ થયો હતો.
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ( CTMBS ) દ્વારા આયોજન
આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગરમાં શામળાજી નેશનલ હાઇવે 48 પર આવેલ સર્વોદય હોટલ પાસે ધ ગેલેક્ષી સ્પોટ્સ ક્લબ ખાતે રવિવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંમતનગર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના હિંમતનગર એકમ ધ્વારા આયોજન CTMBS-2024 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.જેમાં સવારે 7.30 વાગેથી મેચનો પ્રારંભ થયો હતો.
ધ ગેલેક્ષી સ્પોટ્સ કલબના વિશાળ ગ્રીન ગ્રાઉન્ડ પર એક સાથે બે મેચો શરુ થઇ હતી.તો આ ટુર્નામેન્ટમાં મુંબઈ થી એક,બરોડા થી બે,અમદાવાદ થી બે,હિંમતનગર ની એક,ઇડરની બે,વાપીની એક અને સુરત ની એક એમ કૂલ આઠ શહેરો માંથી 12 ટીમોએ ભાગ લીધો હતો.તો છ લીગ મેચ,બે સેમીફાઈનલ અને સાંજે ફાઈનલ મેચ રમાઈ હતી.આ ટુર્નામેન્ટ ટેનિસ બોલ પર છ ઓવરની રમાડવામાં આવી હતી.
આ આયોજનથી દૂર દૂર રહેતો સમાજ એક જગ્યાએ એકઠો થાય જેને લઈને સમાજના લોકોની એકબીજાની સાથે ઓળખાણ તેમજ સામાજિક સમરસતા એકાત્મકતાનો ભાવ ઉભો થાય માટે આયોજન કરવામાં આવ્યું હતું.હિંમતનગરના સમાજના યુવક યુવતીઓ મહિલાઓ સહીત સમાજના અગ્રણીઓ ઉપરાંત વિવિધ શહેરમાંથી ભાગ લેનાર ટીમો સાથે પણ સમાજના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની ટીમનું ચીયરીંગ કર્યું હતું અને ક્રિકેટ રમતા ખેલાડીઓના ઉત્સાહ બમણો કરી દીધો હતો.
તો મેદાનમાં એક પછી એક વિવિધ ટીમોના ખેલાડીઓએ ધ્વાર ચોગ્ગા અને છક્કા મારતા મેદાનમાં ઉપસ્થિત પ્રેક્ષકોને ચિચિયારીઓ વધાવ્યા હતા.આ પ્રસંગે સમાજના પ્રમુખ કિરીટભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.ક્રિકેટની સાથે સાથે સામાજિક સમરસતા નો ભાવ જળવાય અને દૂર દૂર રહેતા સમાજના લોકોમાં ફિટનેસ અંગે જાગૃતિ આવે તેવો સંદેશો પણ આપતી આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત મુંબઈ ખાતે થઈ હતી.ત્યારબાદ વાપી,વડોદરા,સુરત,અમદાવાદ બાદ આજે હિંમતનગર ખાતે યોજાઈ હતી.વિજેતા અને રનર્સઅપ ટીમોને અને વિશિષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે હિંમતનગર એકમ CTMBS ટીમના પ્રમુખ દીપકકુમાર ત્રિવેદી,નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય,સંજયભાઈ ત્રિવેદી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી ચેતનભાઇ ઉપાધ્યાય સહિતના યુવા કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવીને ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.
આ પણ વાંચો -- નેત્રંગમાં કેજરીવાલે કરી આ મોટી જાહેરાત, વાંચો અહેવાલ
Next Article