Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh: શ્રાવણ માસ નિમિત્તે અનોખી શિવ વંદના કરતી જોવા મળી જૂનાગઢની શિવ કન્યા

શ્રાવણમાં શિવ ભક્તો ઉપવાસ રાખી કરે છે શિવની આરાધના વર્ષેથી શિવ આરાધના કરે આ જૂનાગઢની શિવ કન્યા માટીના 12 શિવલિંગ બનાવી કરી અનોખી શિવ આરાધના Junagadh: શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ. આ માસમાં ક્યારેય મંદિરે...
junagadh  શ્રાવણ માસ નિમિત્તે અનોખી શિવ વંદના કરતી જોવા મળી જૂનાગઢની શિવ કન્યા
  1. શ્રાવણમાં શિવ ભક્તો ઉપવાસ રાખી કરે છે શિવની આરાધના
  2. વર્ષેથી શિવ આરાધના કરે આ જૂનાગઢની શિવ કન્યા
  3. માટીના 12 શિવલિંગ બનાવી કરી અનોખી શિવ આરાધના

Junagadh: શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ. આ માસમાં ક્યારેય મંદિરે ન જનારો ભકત પણ શિવાલયે જઈને શિવજીની પૂજા-અર્ચના કરે છે. ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રિઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ક્યાંક ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ગંગાજળથી જળાભિષેક કરાય છે. ઘણાં શિવમંદિરોમાં પ્રાતઃકાળથી રુદ્રાભિષેક કરવામાં આવે છે. રુદ્રાભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: ઘૂંટણસમા પાણી વચ્ચે રહેવા માટે લોકો બન્યા મજબૂર, ગટરના પાણી છેક ઘર સુધી આવ્યા

વર્ષેથી શિવ આરાધના કરે આ જૂનાગઢની શિવ કન્યા

આમાસ દરમિયાન અખંડ દીવો આ વાત પણ રાખવામાં આવે છે. જે લોકો આધિ-વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય તેમને શિવપૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે. આ શ્રાવણ માસમાં લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણાં પણ કરે છે. આમ,શિવજીની જેમ તેમના ભકતો પણ અનોખા છે. બધા જ માસમાં શ્રાવણ માસનું મહત્ત્વ જ અનોખું છે. સૌરાષ્ટ્રમાં ભક્તિ ભાવપૂર્વક સદા ભક્તો દ્વારા શિવની આરાધના કરવામાં આવતી હોઈ છે. ત્યારે જૂનાગઢ (Junagadh)ની શિવ કન્યા ડૉ. અનુશ્રી સાંઈ મલ્લિકાએ માટીના 12 શિવલિંગ બનાવી મહાદેવની સ્થાપના કરી અનોખી શિવ આરાધના કરતા જોવા મળી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: રોફ દેખાડવા માટે ખરીદ્યા હથિયારો, દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે બે યુવકો ઝડપાયા

શિવપુરાણમાં કરાયું છે ભગવાન શિવની લીલાઓનું વર્ણન

શિવ કન્યા ડૉ. અનુશ્રી સાંઈ મલ્લિકા (Junagadh)ના કહેવા પ્રમાણે ભગવાન શિવની લીલા અપાર છે. શિવ એટલે જ કલ્યાણ. આ સૃષ્ટિના પ્રત્યેક જીવના કલ્યાણ માટે સદા તત્પર એવા ભગવાન શિવની લીલાઓનું વર્ણન શિવપુરાણમાં કરવામાં આવ્યું છે. ભગવાન શિવ નિરંજન અને નિરાકાર છે. છતાં ભક્તોના કલ્યાણ માટે તેઓ મૂર્તિ અને લિંગ સ્વરૂપે આ પૃથ્વી ઉપર નિવાસ કરે છે. તેમની વિવિધ પ્રકારની પૂજાઓ કરવી જોઈએ શ્રાવણ માસમાં શીવની પૂજાનું મહત્વ રહેલું છે.

Advertisement

આ પણ વાંચો: પોલીસ-પાલિકાના સંયુક્ત દરોડામાં 100 કિલોથી વધુનુ શંકાસ્પદ ઘી ઝડપાયું

શ્રાવણ માસ એટલે શિવભક્તોનો પવિત્ર માસ

વધુમાં તેમણે કહ્યું કે, ભગવાન શિવની લિંગ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. શિવ સર્વ વ્યાપક છે, આમ છતાં ભક્તોની પ્રીતિ માટે તેઓ લિંગ સ્વરૂપે બિરાજે છે. શિવ મહાપુરણમાં ભગવાન શિવના લિંગનું વર્ણન કરવામાં આવ્યું આ સમગ્ર જગત લિંગ વિશે રહેલું છે તેથી તે સર્વ લિંગની સંખ્યા વર્ણવી શકાય તેમ નથી. આમ છતાં જે કંઈ દ્રશ્ય દેખાય છે, વર્ણન કરાય છે અને યાદ કરાય છે આ બધું શિવરૂપ જ છે. શિવ વગર અન્ય કશું છે નહીં.

અહેવાલઃ હરેશ ભાલિયા, જેટપુર

Tags :
Advertisement

.