Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Short Film Festival કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ Film અને Web Series બાબતે કરી આ ખાસ વાત

સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગવા અંદાજમાં જોવા મળ્યા ફિલ્મ અને વેબ સિરીઝના વિષયવસ્તુ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી Short Film Festival, Ahmedabad: અમદાવાદના બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે સપ્તરંગ ફિલ્મ...
short film festival કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ film અને web series બાબતે કરી આ ખાસ વાત
  1. સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન
  2. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગવા અંદાજમાં જોવા મળ્યા
  3. ફિલ્મ અને વેબ સિરીઝના વિષયવસ્તુ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી

Short Film Festival, Ahmedabad: અમદાવાદના બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (Short Film Festival) કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister bhupendra patel) પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતાં. મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલે વર્તમાન સમયમાં ફિલ્મ અને વેબ સિરીઝના વિષયવસ્તુ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, હાલના સમયમાં જે પીરસવામાં આવે છે એ પરિવાર સાથે બેસીને માણી ન શકાય એવું હોય છે. ફિલ્મ જગત માટે જે દ્રષ્ટિકોણ કેળવાયો છે એમાંથી તેને બહાર લાવવાની જરૂર છે. એ જવાબદારી ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની છે.

Advertisement

જેટલું સારું વિષયવસ્તુ બતાવવામાં આવશે એટલું ખરાબ ભૂલાતું જશેઃ CM

વધુમાં જણાવ્યું કે, હાલના જે વિષય વસ્તુ બતાવવામાં આવે છે, તેના કારણે માનસિકતા બદલાઈ ગઈ છે. પરિણામે અખબારો એટલે કે માધ્યમોમાં કેટલીક ભૂલ ભરેલી ઘટનાઓ બને છે, એ જોવા મળે છે, કે જે કોઈ ન કરી શકે. શિક્ષકો અને આચાર્યો કે જેમના હાથમાં બાળકોનું ભવિષ્ય બનાવવાનું છે, જેમના હાથમાં જવાબદારી છે તેઓ જ ગુનાહિત પ્રવૃત્તિઓ સુધી પહોંચી જાય છે. બધાએ આ ભેગા થઈને આ સ્થિતિમાં બદલવાની જરૂર છે. જેટલું સારું વિષયવસ્તુ બતાવવામાં આવશે એટલું ખરાબ ભૂલાતું જશે, સાચું અને સારું લાંબુ ચાલશે. જો આ બાબતે રસ્તો ચૂકાયો હશે તો પાછા વાળી શકાશે.

Advertisement

આ પણ વાંચો: Shahbuddin Rathod-હાસ્ય દ્વારા જીવન જીવવાના સંસ્કારો સીંચતો મહાન કલાકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોર્ટ ફિલ્મના કોન્સેપ્ટના કર્યા વખાણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, ફિલ્મ ક્ષેત્રને લોકો અનુસરે છે. જેથી સારું બતાવવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોર્ટ ફિલ્મ (Short Film)ના કોન્સેપ્ટના વખાણ કરતાં કહ્યું કે, હાલના સમયમાં કોઈની પાસે સમય નથી એટલે શોર્ટ ફિલ્મ અનુકૂળ રહે છે. આ ઉપરાંત કાર્યક્રમમાં મહત્વપૂર્ણ બાબત એ પણ રહી કે, મુખ્યમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન શોર્ટ ફિલ્મ (Short Film)ના આયોજન માટે આયોજકોના વખાણ કર્યા હતાં. જેને ઓડિયન્સે તાળીઓથી વધાવી, ત્યારે કહ્યું કે જ્યારે પોતાની વાત આવે તો બધાને ગમે છે.

Advertisement

આ પણ વાંચો: Valsad જિલ્લામાં વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન, સર્વેની કામગીરી હાથ ધરાઈ

આ બાબતને વધુ સમજાવતા તેમને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જ્યારે લગ્નનો આલ્બમ જોતા હોઈએ અને આપણો ફોટો ન આવે તો એ બાબત કોઈને ન ગમે, આલ્બમ જોવા વાળી વ્યક્તિ પોતાનો ફોટો ક્યારે આવે એની રાહ જોતો હોય છે અને આવે ત્યારે એને બરાબર લાગે છે. અને જો ફોટો ન આવે તો કેવી લાગણી થાય એ બધાને ખબર છે. સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (Short Film Festival) કાર્યક્રમમાં અને મહત્વની વાતો કરી હતી.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી માવઠા સાથે વાવાઝોડાની આગાહી આપી

 

Tags :
Advertisement

.