Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : કડોદરા ખાતે ધોધમાર વરસાદ વરસતા દુકાનોમાં પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને કડોદરા સ્થિત આવેલા લાકડાવાલા કોમ્પ્લેક્સમાં ઘુટણસમા પાણી ભરાઈ ગયા હતા અહી પાણી ભરાતા દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે દક્ષિણ ગુજરાતમાં...
surat   કડોદરા ખાતે ધોધમાર વરસાદ વરસતા દુકાનોમાં પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને કડોદરા સ્થિત આવેલા લાકડાવાલા કોમ્પ્લેક્સમાં ઘુટણસમા પાણી ભરાઈ ગયા હતા અહી પાણી ભરાતા દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

Advertisement

આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં 62 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો છે. સુરતના કામરેજમાં બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૫ ઇંચ વરસાદ પડી ચુક્યો છે.

Advertisement

આ ઉપરાંત માંડવીમાં 3 અને ખેરગામમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કડોદરાના લાકડાવાલા કોમ્પ્લેક્સમાં ઘુટણસમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને અહી આવેલી દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અહી પાણીના નિકાલના અભાવે 20 જેટલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.

Advertisement

મહત્વનું છે કે આજે સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. હજુ તો ચોમાસું શરુ થયું છે અને પહેલા જ વરસાદમાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તંત્ર દોડતું થયું હતું. સુરત શહેરની સાથે જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ,માંડવી,કામરેજ, પલસાણા, મહુવા, માંગરોળ, બારડોલી સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અહેવાલ : ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો : રાજ્યમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાગે આપી આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.