Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat News : પોલીસની SHE Team દ્વારા શાળાના બાળકો માટે સેમિનાર યોજાયો

સુરતના (Surat) અમરોલી પોલીસની (Amaroli Police) SHE Team દ્વારા તા. 05/07/2023 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Primary Education Committee) સુરત સંચાલિત સ્નેહરશ્મિ પ્ર.શાળા ક્રમાંક 285 તથા ઠાકોર પ્રા.શાળા ક્રમાંક 286 ખાતે ધોરણ 1 તથા 2 નાં 250 વિદ્યાર્થીઓનો...
09:29 PM Jul 05, 2023 IST | Viral Joshi

સુરતના (Surat) અમરોલી પોલીસની (Amaroli Police) SHE Team દ્વારા તા. 05/07/2023 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Primary Education Committee) સુરત સંચાલિત સ્નેહરશ્મિ પ્ર.શાળા ક્રમાંક 285 તથા ઠાકોર પ્રા.શાળા ક્રમાંક 286 ખાતે ધોરણ 1 તથા 2 નાં 250 વિદ્યાર્થીઓનો સેમિનાર યોજાયો હતો.

બાળકો માટે સેમિનાર

અમરોલી પોલીસની SHE ટીમ દ્વારા હાજર વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ, મહિલા હેલ્પલાઈન 181, સખી વન સ્ટોપ, સેલ્ફ ડિફેન્સ તેમજ સાયબર ક્રાઇમ તથા નાના બાળકો ફોન નો ઓછો વપરાશ કરે તે જગ્યા એ રમત ગમત વાચન ઇત્તર પ્રવૃત્તિમાં ધ્યાન આપે એ રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

બાળકોને સ્ટેશનરીનું વિતરણ

તેમજ અમરોલી પોલીસની SHE ટીમ દ્વારા તમામ હેલ્પ લાઇન વિશે જાણકારી આપવામાં આવી. તેમજ ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર બાળકોને સરળતાથી યાદ રહે એ માટે 1098 હેલ્પલાઇનનું કિચન તેમજ પેન, પેન્સિલ, સંચો, સ્કેલનું પેકેટનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સેમીનારમાં શાળાના 250 બાળકો, 05 શિક્ષકો તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો.

આ પણ વાંચો : SWIMMING NATIONALS 2023: IAS વિજય નેહરાના પુત્રએ સ્વિમિંગમાં રચ્યો ઈતિહાસ, 4 દિવસમાં બનાવ્યા 4 રાષ્ટ્રીય રેકોર્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Amaroli PoliceGujarati NewsShe TeamSuratSurat Latest News
Next Article