ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal: બે કાર વચ્ચે થયો ભીષણ અકસ્માત, એક મહિલા સહિત 2 ના મોત

Gondal: ગોંડલ જસદણ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે ફરી આજે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા સહિત 2 ના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી...
10:03 AM Jun 20, 2024 IST | VIMAL PRAJAPATI
serious accident Gondal

Gondal: ગોંડલ જસદણ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે ફરી આજે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા સહિત 2 ના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી પ્રમાણે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવને લઈને 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડ સહિતના સામાજિક કાર્યકરો હોસ્પિટલે દોડી આવ્યા હતા.

ઇનોવા અને ટ્રાઇબર કાર વચ્ચે સર્જાયો અકસ્માત

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ નજીક ઇનોવા કાર અને ટ્રાઇબર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇનોવા કાર જસદણથી કોડીનાર જતી હતી. ઇનોવા કાર ચાલક ટ્રકની ઓવરટેક કરવા જતાં ગોંડલ તરફથી સામે આવતી ટ્રીબર કાર સામે અથડાઇ હતી, જેમાં બંને કાર પલ્ટી મારી જવા પામી હતી. વિગતે વાત કરવામાં આવે તો, ઇનોવા કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાં GJ03HA 1117 નંબરની ઇનોવા કાર ચાલક આરીફ હબીબ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,આ સાથે કારમાં સવાર રેહાનાબેન અસરફભાઈ ખીમાણી નામની મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ઇનોવા કારમાં અન્ય ત્રણ લોકો નસરીનબેન અસ્લમભાઇ પરિયાણી ઉ.વ.50, હાજી હુસેનભાઈ ખીમાણી ઉ.વ.70, અને સેજાનભાઈ ખીમાણી. જ્યારે ગોંડલ તરફથી આવતી GJ03ML 8781 નંબર ટ્રીબર કારમાં સવાર પરેશ જેન્તી ડાંગર (ઉ.વ. 25) અને તેજસ રવજીભાઈ પાનસુરીયા (ઉ.વ.25)ને ઇજા થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત ના બનાવ ને લઈને 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

ઘોઘાવદર નજીક બે કાર વચ્ચે થયેલ ગોઝારા અકસ્માત વહેલી સવારે થયો 108 એમ્બ્યુલન્સ ના પાયલોટ પ્રતાપભાઈ અને EMT કાનજીભાઈ ને સવારે સવા છ આસપાસ અકસ્માતનો કોલ આવ્યો હતો. જેમાં બે 108 એમ્બ્યુલન્સ, 2 નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી. જ્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડ, નગરપાલિકા ફાયર સ્ટાફ, સામાજિક કાર્યકરો સહિતના સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા. અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Ahmedabad: કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર

આ પણ વાંચો: Rajkot: ગુનેગારોને રાજકોટ પોલીસનો ડર નથી! શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો

આ પણ વાંચો: Surat: શહેરના 41 PI ની આંતરિક બદલી, રાંદેર PIની અશ્રુભીની આંખે વિદાય

Tags :
GondalGondal AccidentGondal accident NewsGondal accident UpdateGondal latest newsgondal newslocal newsserious accidentserious accident Gondalserious accident NewsVimal Prajapati
Next Article