Sabarkantha : ગુજરાતનાં IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા, શેર બજારમાં મસમોટું કૌભાંડ કર્યું હોવાની આશંકા
- IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રિય એજન્સીની કાર્યવાહી
- ખેડબ્રહ્માના ગલોડીયા ગામે પણ તપાસ કાર્યવાહી
- અમદાવાદમાં મનીષ મિશ્રાના ઘરે પણ સેબીના દરોડા
સાબરકાંઠાનાં ખેડબ્રહ્માનાં રોધરા ગામે કેન્દ્રીય ટીમો દ્વારા IPS રવિન્દ્ર પટેલનાં ઘરે કેન્દ્રીય ટીમો દ્વારા વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેડબ્રહ્માનાં ગલોડીયા ગામે પણ તપાસ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગલોડીયા ગામમાં રહેતા આઈપીએસના સાળાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નાણાંકીય લેવડ દેવડ અને મિલકત સહિત બાબતે પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આઈપીએસ રવિન્દ્ર પટેલનાં પિતા પણ IG કક્ષાનાં નિવૃત આઈપીએસ અધિકારી છે. રોધરા ગામે કેન્દ્રીય ટીમોનાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચોઃ PM મોદી સાથે ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણીની શુભેચ્છા મુલાકાત
IPS રવિન્દ્ર પટેલ અને મળતિયાઓના નિવાસસ્થાન પર દરોડા
SEBI નાં દરોડામાં ગુજરાતી આઈપીએસ ઝપટે ચઢ્યા છે. સાધનાં બ્રોડકાસ્ટ કંપનીનાં શેરનાં ભાવમાં કૃત્રિમ ઉછાળો આવ્યો હતો. વર્ષ 2022 માં શેરબજારનાં સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે. આઈપીએસ રવિન્દ્ર પટેલ અને મળતિયાઓનાં નિવાસ સ્થાને સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં મનીષ મિશ્રાનાં ઘરે પણ સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આઈપીએસ રવિન્દ્ર પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી પણ ભરી છે. સેબીએ દંડ વસૂલી 6 મહિનાનો પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ રવિન્દ્ર પટેલે આઈપીએસ હોવાની જાણકારી છુપાવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
રવિન્દ્ર પટેલ અગાઉ પણ વિવાદોમાં રહ્યા હતા
આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલ અને તેમનાં પરિવારની સેબી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રવિન્દ્ર પટેલ અગાઉ પણ વિવાદોમાં રહ્યા હતા. પાટણ એસપી તરીકે ફરજ દરમ્યાન વેપારીને માર મારવાના મામલે વિવાદ સર્જાયો હતો. વેપારીને ગોંધી રાખી માર મારવા મામલે વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો. અમદાવાદ સીટી ક્રાઈમને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી હતી. ફરી એકવાર આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલ વિવાદોમાં સપડાયા છે.
સેબીની તપાસમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છેઃ સૂત્રો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેમનાં પરિવારની પૂછપરછ હાથ ધરી છે. ચોક્કસ શેર પોર્ટફોલિયોને લઈ પણ પૂછપરછ કરાઈ રહી છે. ચોક્કસ કંપનીનાં શેર પોર્ટફોલિયો પસંદ કરવાના કારણની તપાસ કરાઈ રહી છે. ચોક્કસ શેર રોકાણને લઈ આઈપીએસનું પરિવાર શંકાનાં દાયરામાં છે. આઈપીએસનાં સાળા સહિત પરિવારજનોની પૂછરપછ કરવામાં આવી રહી છે. આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલનાં પિતા નિવૃત આઈપીએસ અધિકારી ડીએન પટેલની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સેબીની તપાસમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છે.
આ પણ વાંચોઃ Rajkumar Jat Case : પાટીદાર અગ્રણીએ આક્રોશ વ્યક્ત કર્યો, ગોંડલને ગણાવ્યું ગુજરાતનું "મિરઝાપુર"
પાલડી ખાતે થયેલ ડબ્બા ટ્રેડીંગની તપાસનો રેલો સાબરકાંઠા પહોંચ્યોઃ સૂત્રો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ અમદાવાદનાં પાલડી ખાતે થયેલ ડબ્બા ટ્રેડીંગની તપાસનો રેલો સાબરકાંઠાનાં ખેડબ્રહ્મા પહોંચ્યો છે. આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે સવારથી તપાસ ચાલી રહી છે. થોડા સમય અગાઉ અમદાવાદનાં પાલડીમાં બંધ મકાનમાં એટીએસે રેડ કરી 100 કિલો સોનું તેમજ રોકડ ઝડપી હતી તે કેસમાં તપાસ આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આઈપીએસ રવિન્દ્ર પટેલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. પાટણ એસપી તરીકે ફરજમાં હતા ત્યારથી તેઓ વિવાદમાં આવ્યા છે. હાલમાં રવિન્દ્ર પટેલ સાઈડ પોસ્ટિંગમાં છે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ PM મોદી સાથે ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણીની શુભેચ્છા મુલાકાત