Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છોટાઉદેપૂર : અનુસૂચિત જાતિ મોરચા તથા મેડિકલ સેલ દ્વારા મહિલા મેડિકલ કેમ્પ યોજાયો

મેડિકલ કેમ્પ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શેન હેઠળ ડો. બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની “ત્યાગમૂર્તી” માતાશ્રી રમાબાઈ આંબેડકરજીની તા. ૭ ફેબ્રુઆરી આજ રોજ જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર ખાતે ગુજરાત...
06:53 PM Feb 07, 2024 IST | Harsh Bhatt

મેડિકલ કેમ્પ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શેન હેઠળ ડો. બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની “ત્યાગમૂર્તી” માતાશ્રી રમાબાઈ આંબેડકરજીની તા. ૭ ફેબ્રુઆરી આજ રોજ જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો અને ડોકટર સેલના સંયુક્ત ઉપક્રમે “મહિલાઓને લગતા રોગ અને તેના નિદાન માટે નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવાના કરાયેલા આદેશ અનુસાર છોટાઉદેપુર અનુ.જાતિ મોરચા અને ડોકટર સેલ દ્વારા આજરોજ ૭ ફેબ્રુઆરી એ ફતેપુરા સ્થિત ઓરસંગ હોસ્પિટલ ખાતે માઁ રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાની મહિલાઓ માટે મફત  નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભવોને જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો તથા જિલ્લા મેડિકલ સેલના હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભવોએ માં રમાબાઈ તેમજ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી મહિલા મેડિકલ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવાના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મફત નિદાન સારવાર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવાનો હોવાનું છોટાઉદેપુર જિલ્લા અનુસુચિત જાતિ મોરચા અધ્યક્ષ અશોકભાઈ  તથા જિલ્લા ચિકીત્સા સેલના ડો.સ્નેહલભાઈ રાઠવાએ જણાવ્યું હતું. આ કેમ્પમાં મહિલાઓ માટેના નિષ્ણાંત તબીબો દ્વારા મહિલાઓનો મફત નિદાન સારવાર કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર તાલુકાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.

આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત , જિલ્લા જી આર ડી કમાન્ડર લીલાબેન રાઠવા તેમજ તાલુકા શહેર જિલ્લા ભાજપ મહિલા સેલની બહેનો છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા તેમજ છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો તથા જિલ્લા મેડિકલ સેલના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ - તોફીક શેખ 

આ પણ વાંચો -- LOKRAKSHAK : સંયુક્ત સીધી ભરતીની પરીક્ષામાં હવે આ ફેરફારો, વાંચી લો એક વાર

 

 

 

Tags :
Baba Saheb AmbedkarChhota UdepurMAHILA MORCHAMedical CampRAMA AMBEDKARTYAGMURTI
Next Article