Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamnagar:કનસુમરામાં પારકી જમીન બોગસ સહીથી પચાવી પાડવાનું કૌભાંડ

જામનગર નજીકના કનસુમરા ગામે આકાર પામેલ એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ખેડૂતોની જાણ બહાર જ જમીનના પ્લોટ પાડી વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જમીનના વારસાઈ હક માટે કોર્ટના દ્વારે ગયેલ આસામીને ખબર પડી ત્યારે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. 15...
jamnagar કનસુમરામાં પારકી જમીન બોગસ સહીથી પચાવી પાડવાનું કૌભાંડ

જામનગર નજીકના કનસુમરા ગામે આકાર પામેલ એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ખેડૂતોની જાણ બહાર જ જમીનના પ્લોટ પાડી વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જમીનના વારસાઈ હક માટે કોર્ટના દ્વારે ગયેલ આસામીને ખબર પડી ત્યારે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. 15 વીઘા ઉપરાંત જમીનની મૃતકના નામે કાચી નોંધ પણ પાડી એકત્રીકરણની પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી છે. અંદાજીત દોઢ કરોડના વીઘાના ભાવ વાળી જમીન પર આકાર લઇ રહેલ કૌભાંડમાં શું મહેસુલ તંત્રની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Image preview

જામનગર નજીકના કનસુમરા ગામે જમ્બો જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી છે. કનસુમરા ગામે સુલેમાન ઈસમાઈલ વિભાના વારસદારોની જુદા જુદા ચાર સર્વે નંબર ધરાવતી જમીન આવેલ છે. આ જમીનના હક્ક હિસ્સા કરવા માટે વારસદાર જુસબ મામદ ખીરાએ કોર્ટમાં દાવો કર્યો છે. ૩૧ વારસદાર ધરાવતી સયુંકત માલિકીની જમીનના 9 વારસદારો મૃત્યુ પામ્યા છે જયારે જુસબભાઈ સહીત અનેક લોકોના નામ ચડાવવાની પ્રક્રિયા હાલ કોર્ટમાં પેન્ડીંગ છે.

Advertisement

Image preview

દરમિયાન તાજેતરમાં જુસબભાઈએ આ જમીનના રેવન્યુ રેકોર્ડ કઢાવ્યા હતા. જેમાં તા. ૨૧/૪/૨૦૨૩ના રોજ જામનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા જમીન એકત્રીકરણ અંગેની કાચી નોંધ પાડવામાં આવી છે. તા, 23/૨/૨૦૨૩ના રોજ જમીનમાં હક ધરાવતા મૃતક આદમ કરીમના નામે બોગસ સહીઓ કરી અરજી કરવામાં આવી છે. આ જ અરજીના આધારે રેવન્યુ વિભાગ દ્વારા અન્ય માલિકોને જાણ કર્યા કે પૂછ્યા વિના અને નોટીસ બજાવ્યા વિના જ મૃતકના નામે બોગસ સહીઓ કરી કરોડો રૂપિયાની કીમતી જમીન બોગસ હુકમ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

હાલ આ જમીન પર ચોક્કસ બિલ્ડરો દ્વારા ‘શ્રી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક’ ઉભો કરી પ્લોટીંગ કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે પ્લોટ પાડી ગત તા. ૨૭/૫/૨૦૨૩ના રોજ સ્થળ પર મોટો કાર્યક્રમ કરી પ્લોટનું વેચાણ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અરજદાર જુસબભાઈ ખીરાની જાણ બહાર સાજનભાઈ રાજાની, જગદીશભાઈ ફળદુ, નીતિનભાઈ મુંગરા, ભાવિન સાવલિયા, ધીરુભાઈ સાવલિયા, પ્રવીણ પરમાર, કમલેશ ગોજીયા, પારસ મહેતા અને અબ્બાસ મકાતીએ ૩૫૦૦૦ વ્યક્તિઓનો જમણવાર કરી જમીન બારોબાર વેચી મારવા કૌભાંડ આચર્યું હોવાની જુસબભાઈ દ્વારા અરજી

અહેવાલ -નાથુ રામડા, જામનગર 

આપણ  વાંચો- મોબાઇલમાં ગેમના રવાડે ચડેલા યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.