Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું 

અહેવાલ---ઉદય જાદવ, સુરત  સુરત જિલ્લામાંથી ફરીવાર ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ટ્રક અને ત્યારબાદ ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. હરિયાણા અને ગુજરાત સરકારની અનાજની બોરીઓ મળી આવતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી અનાજ માફિયા ચન્ડ્રેસ...
05:19 PM Sep 26, 2023 IST | Vipul Pandya
અહેવાલ---ઉદય જાદવ, સુરત 
સુરત જિલ્લામાંથી ફરીવાર ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ટ્રક અને ત્યારબાદ ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. હરિયાણા અને ગુજરાત સરકારની અનાજની બોરીઓ મળી આવતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી અનાજ માફિયા ચન્ડ્રેસ ખટીકને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પીપોદરા જી.આઈ.ડી.સીમાંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો
સરકાર દ્વારા ગરીબોને કોળિયાના રૂપે અનાજ આપવામાં આવે છે. પંરતુ કેટલાક બેનંબરિયા ગરીબના કોળીયાનો પણ સોદો કરી નાખતા હોય છે. એક વખત નહિ પરંતુ અનેક વખત સુરત જિલ્લામાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું રહેતું હોય છે. સુરતમાં બે દિવસમાંબે જગ્યાએથી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકે માંગરોળ ના પીપોદરા જી.આઈ.ડી.સી માંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપ્યો હતો. ટ્રકમાં પાંચ નહિ દસ નહિ પરંતુ 156 ઘઉં અને ચોખા ભરેલી ગુણો મળી આવી હતી.
ગોડાઉન ઝડપાયું
ટ્રક ઝડપી પાડ્યા બાદ પુરવઠા વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને ટ્રક ડ્રાયવર ને ઝડપી  તેની પૂછપરછ કરવામાં આવતા ગોધરાથી અન્ય ટ્રકમાં ભરેલા અનાજનો જથ્થો  પોતાના ટ્રકમાં અનાજ નો જથ્થો ભરી અહીં લાવ્યો હોવાનું જણાવ્યું હતું. અને નજીક ના ગોડાઉનમાં ખાલી કરાતો હોવાનું જણાવ્યું હતું. આ  હકીકત આધારે સવારે માંગરોળ મામલતદાર અને કોસંબા પોલીસે ગોડાઉન તોડ્યું હતું. ગોડાઉનમાંથી ૧૨૮૩ કોથળા ઘઉંના મળી આવ્યા હતાં. આ સાથે ચોખાના કટ્ટા પણ સ્થળ પર મળી આવ્યા હતાં. હજારો કિલોનો ઘઉં નો જથ્થો જે અનાજ સરકારી બોરીઓમાંથી ખાલી કરીને અન્ય પ્લાસ્ટિક ના કોથળા માં ભરવામાં આવી રહ્યું હતુ. ગોડાઉનમાંથી ગવર્મેન્ટ ઓફ હરિયાણા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એફ.એસ.એસ.આઈ લખેલી તેમજ સરકારી સિલ લેબલ વાળી બોરીઓ પણ મળી આવી હતી.
અનાજ માફિયો ચંદેશ વોન્ટેડ
કોસંબા પોલીસે ઓલપાડના ટ્રક ડ્રાઇવર સાજીદ મજિદ પઠાણને ઝડપી પાડ્યો હતો. તેમજ ઓલપાડના અનાજ માફિયા ચંદેશ ખટીક તેમજ અન્ય ત્રણ અજાણ્યા મજૂરોને વૉન્ટેડ જાહેર કરી કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો----SARHAD DAIRY : એમ્બ્રિયો ટ્રાન્સફર(IVF-ET)થી ઉચ્ચ ઓલાદની ગાયો તૈયાર કરી દૂધ ઉત્પાદન વધારવાનો પ્રોજેકટ 
Tags :
government foodgrainspoliceScamSurat district
Next Article