Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું, 20 હજાર ગુણી મગફળીની આવક નોંધાઈ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં જન્માષ્ટમીની 8 દિવસની રજા પુરી થતા જ ગઇ કાલથી જ તમામ પ્રકારની જણસીઓની આવકો શરૂ થવા પામી હતી. જેમાં નવી મગફળીની ગોંડલ યાર્ડમાં 20 હજાર ગુણીની આવક જોવા મળી હતી....
સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું  20 હજાર ગુણી મગફળીની આવક નોંધાઈ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં જન્માષ્ટમીની 8 દિવસની રજા પુરી થતા જ ગઇ કાલથી જ તમામ પ્રકારની જણસીઓની આવકો શરૂ થવા પામી હતી. જેમાં નવી મગફળીની ગોંડલ યાર્ડમાં 20 હજાર ગુણીની આવક જોવા મળી હતી.

Advertisement

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સાતમ આઠમની રજાઓ પૂર્ણ થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ શરૂ થતાની સાથે મબલક પ્રમાણમાં અલગ-અલગ પાકોની આવક શરૂ થઇ ગઇ છે. 20 હજાર ગુણી નવી મગફળીની આવક નોંધાઈ હતી. મગફળીની હરરાજીમાં 20 કિલો મગફળીના ભાવ 1000 /- થી 1680 /- સુધીના ખેડૂતોને મળ્યા હતા.

Advertisement

5 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ હતું. જેથી ખેડૂતો પોતાની જણસી વેચી શકતા ન હતા, પરંતુ જેવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ શરૂ થયું કે સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો પોતાનો ખેડૂત પાક લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ગોંડલમાં જુનાગઢ, પોરબંદર તેમજ જામનગર જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પોતાનો ખેત પાકો વેચવા માટે આવ્યા હતા. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી હરરાજી શરૂ થઇ હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.