Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Anand : ધર્મજ ગામના સરપંચ અને ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરાયા

અહેવાલ - યશદીપ ગઢવી, આણંદ આણંદ જિલ્લા વિકાસ અધિકારી મીલીન્દ બાપનાએ આણંદ જિલ્લામાં નાણાંકિય ગેરરીતી બદલ ધર્મજ ગામના સરપંચને અને અસભ્ય વર્તણૂંક બદલ ઉપસરપંચને તેમના હોદ્દા પરથી દૂર કરવાની સાથે ગંભીર પ્રકારની નાણાંકિય ગેરરીતી તથા બજેટ જોગવાઈ કર્યા સિવાય નાણાંકિય...
08:00 PM Apr 28, 2023 IST | Viral Joshi

અહેવાલ - યશદીપ ગઢવી, આણંદ

આણંદ જિલ્લા વિકાસ અધિકારી મીલીન્દ બાપનાએ આણંદ જિલ્લામાં નાણાંકિય ગેરરીતી બદલ ધર્મજ ગામના સરપંચને અને અસભ્ય વર્તણૂંક બદલ ઉપસરપંચને તેમના હોદ્દા પરથી દૂર કરવાની સાથે ગંભીર પ્રકારની નાણાંકિય ગેરરીતી તથા બજેટ જોગવાઈ કર્યા સિવાય નાણાંકિય ખર્ચ કરવા બદલ ધર્મજ ગામના તલાટી કમ મંત્રીને ફરજમોકૂફ કર્યા છે.

ગેરરીતી આચરવામાં આવી

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આણંદ જિલ્લાના ધર્મજ ગામ ખાતે ધર્મજ ગ્રામ પંચાયતની તા. 09/06/2022ની સામાન્ય સભાના ઠરાવથી ગામમાંથી નિકળતા ઘન કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઇટ બનાવવા માટે ઠરાવેલ રકમ કરતા વધુની રકમનો ખર્ચ રેકર્ડમાં દર્શાવવામાં આવ્યો હતો, જેની તપાસ કરતાં ગંભીર પ્રકારની ગેરરીતી આચરવામાં આવી હોવાનું જાણવા મળતા અને તે અંગેની જોગવાઇઓ મુજબ સરપંચ ભાવનાબેન રાકેશકુમાર પટેલને સુપરત થયેલ સત્તાઓ અને ફરજો બજાવવામાં તેઓ કસૂરવાર ઠરતાં તેમને સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.

ગેરવર્તણૂંક બદલ હોદ્દા પરથી દુર કરાયા

તેવી જ રીતે પેટલાદ તાલુકા વિકાસ અધિકારી ના અહેવાલ મુજબ ધર્મજ ગામના ઉપસરપંચ બિરજુભાઇ ફરસુભાઇ પટેલને ધર્મજ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને અન્ય સ્ટાફ સાથે અસભ્ય અને મનફાવે એવું વર્તન કરવા બદલ તેમના વિરૂદ્ધમાં પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફ.આઈ.આર. ને અવલોકનમાં લેતાં તેઓએ પોતાની ફરજો બજાવવામાં કરેલી ગેરવર્તણૂંક તેમજ શરમજનક વર્તણૂક બદલ બિરજુભાઈ ફરસુભાઇ પટેલને ઉપસરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.

તલાટી પર તવાઈ

આ ઉપરાંત પેટલાદ તાલુકાના ધર્મજ ગામના તલાટી કમ મંત્રીની ફરજો દરમિયાન પી.એસ.પરમાર દ્વારા ધર્મજ ગ્રામ પંચાયતની તા.09/06/2022 ની સામાન્ય સભાના ઠરાવથી ગામમાંથી નિકળતા ઘન કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઇટ બનાવવા માટે ખાડો કરી સૂરજબા પાર્ક પાસે ખાડા પુરી લેવલીંગ કરવાના ખર્ચ અંગેની ઠરાવેલ રકમ કરતાં કામના ખર્ચના રેકર્ડની તપાસ કરતા ખાડો ખોદવા અને માટીપુરાણ અને લેવેલીંગ કરવાનો ખર્ચ ઠરાવ કરતા વધુ થયેલ હોવાથી ગંભીર પ્રકારની નાણાંકીય ગેરરીતી આચરવામાં આવી હોવાનું તેમજ ગ્રામ પંચાયતે સ્વભંડોળમાંથી ખર્ચ કરતા અગાઉ આગામી નાણાંકીય વર્ષના અંદાજપત્રમાં તે કામની જોગવાઇ કરવાની રહે છે અને જો અંદાજપત્રમાં જોગવાઇ કરેલ ન હોય તો આકસ્મિક કામ કરવાની પરિસ્થિતિ ઉભી થવાના સમયે ગ્રામ પંચાયતે સુધારેલ અંદાજપત્ર મંજૂર કરવાનું રહે છે. તે મુજબ અંદાજપત્રમાં પ્રબંધ કરવામાં આવ્યો ન હોય તેવી કોઇ રકમ તાકીદના પ્રસંગ સિવાય ખર્ચવી નહીં અને ગ્રામ પંચાયતે સ્વભંડોળમાંથી કરવાના વિકાસના કામોના પ્લાન ગ્રામ પંચાયત સભામા તેમજ ગ્રામસભામાં તૈયાર કરવાના હોય છે. પરંતુ ગ્રામ પંચાયત ધર્મજના વર્ષ 2021-22 નું સુધારેલ અને વર્ષ 2022 - 23ના અસલ અંદાજપત્ર જોતા તમામ જરૂરી જોગવાઇઓનુ પાલન કરવામાં તલાટી કમ મંત્રી પી.એસ.પરમાર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા હોવાથી તેમને તેમની ફરજો પરથી ફરજમોકુફ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે GOOD NEWS

Tags :
AnandDharmajGujarati NewsRemoved from PostssarpanchUpasarpanch
Next Article