Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં કર્યો વધારો

શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરી અને 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે પશુપાલકોને પ્રતિ લિટર 7...
kutch   સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં કર્યો વધારો

શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરી અને 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે પશુપાલકોને પ્રતિ લિટર 7 ફેટના દૂધના રૂપિયા 1.40 પૈસા પ્રતિ લિટર વધારે મળતા થશે જે પ્રતિ લિટર 56 રૂપિયા જેટલી થાય છે.

Advertisement

ક્યારથી લાગુ થશે નવા ભાવ?

Advertisement

તે ઉપરાંત ગત વર્ષની ગણતરીએ 40 રૂપિયા પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધ અંતિમ ભાવો અલગથી મળવા પાત્ર છે. ઉપર મુજબ 20 રૂપિયાનો પ્રતિ કિલો ફેટનો વધારો થઈ અને ભાવો 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયા છે જેનાથી પશુપાલકોને અંદાજીત માસિક 2.25 કરોડ રૂપિયા વધારે મળશે અને સરહદ ડેરીને ભારણ પડશે. આ ભાવો આગામી 1 જૂનથી લાગુ થશે.

Advertisement

પશુ પાલકોના હિતમાં નિર્ણય

બાબતે સરહદ ડેરીના ચેરમેનશ્રી અને અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે ભુજ ખાતે માનનીય સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના નવા વરાયેલ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ તેમજ તમામ ધારાસભ્યશ્રીઑ દ્વારા ભાવ વધારા માટે જરૂરી સૂચન કરેલ સાથે ઉનાળાની સિઝન અને ઘાસચારા તેમજ પશુ આહારના વધી રહેલ ભાવોનું સરખામણીએ ભાવ વધારવા જરૂરી બનેલ અનુસંધાને દૂધ સંઘના નિયામક મંડળ દ્વારા તેમજ મંડળીઓની સહકાર સમિતિના સૂચનો ભાવ વધારા માટે મળેલ જે પશુપાલકોની માંગણી ધ્યાને લઈ અને સરહદ ડેરી 20 રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધના ભાવો વધારી અને પશુપાલકોના હિતનો નિર્ણય કરવામાં આવેલ છે.

આ કારણે લેવાયો નિર્ણય

તેમણે કહ્યું, આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી 1 તારીખથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે જણાવેલ છે. ઉનાળાની સિઝનમાં પશુપાલકોને પૌષ્ટિક ઘાસચારાની તંગી આપણાં વિસ્તારમાં પડતી હોય છે જે ધ્યાને લઈ અને ભાવ વધારો કરવામાં આવેલ છે તેમજ તમામ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ઉચ્ચ ગુણવત્તા વાળું તેમજ વ્યાજબી ભાવો વાળું દાણ પશુને ખવડાવાનો આગ્રહ રાખીએ.

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

આ પણ વાંચો : 24 કલાકમાં કચ્છમાંથીજ હેરોઇનના વધુ ત્રણ પેકેટ મળી આવ્યા, દરિયાઇ મોજામાં તણાઇ આવ્યા હોવાનું તારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.