ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Sarhad Dairy  :  એમ્બ્રિયો ટ્રાન્સફર(IVF-ET)થી ઉચ્ચ ઓલાદની ગાયો તૈયાર કરી દૂધ ઉત્પાદન વધારવાનો પ્રોજેકટ 

અહેવાલ---કૌશિક છાયા, ક્ચ્છ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા કચ્છ જિલ્લા પશુપાલકોની જીવાદોરી સમાન સરહદ ડેરી દ્વારા પશુપાલકોના હિત માટે ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા માટે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (IVF-ET)ની શરૂઆત કરવામાં આવી. એમ્બ્રિયો ટ્રાન્સફર રોપણ કરવામાં...
04:40 PM Sep 26, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage
અહેવાલ---કૌશિક છાયા, ક્ચ્છ
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા કચ્છ જિલ્લા પશુપાલકોની જીવાદોરી સમાન સરહદ ડેરી દ્વારા પશુપાલકોના હિત માટે ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા માટે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (IVF-ET)ની શરૂઆત કરવામાં આવી. એમ્બ્રિયો ટ્રાન્સફર રોપણ કરવામાં આવ્યું. ગાયોની ઉત્કૃષ્ઠ ઓલાદોના બીજનો ઉપયોગ કરી,ઓલાદ સુધારણા તેમજ પશુ દીઠ દૂધ ઉત્પાદન માં વધારો કરવા ખૂબ ઉપયોગી થશે.
 20 ગાયોમાં એમ્બ્રિયો ટ્રાસ્ફર
પશુધનની ઉચ્ચ ઓલાદોનું સંવર્ધન કરવા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના નેતૃત્વ હેઠળ NDDBના સહયોગથી સરહદ ડેરી દ્વારા બીજા રાઉન્ડમાં માંડવી તાલુકાના કલવાણ વાડી વિસ્તાર, ગોધરા, રામપર, મસ્કા, બાગ, પિપરી અને આસંબિયા ગામમાં કુલ 20 ગાયોમાં એમ્બ્રિયો ટ્રાસ્ફર(IVF-ET) કરવામા આવ્યુ હતું.અને અત્યાર સુધી કુલ 31 ગાયોમાં એમ્બ્રિયો ટ્રાસ્ફર(IVF-ET) કરવામાં આવેલ છે.
ગાયોની નવીન પેઢી ખૂબ જ ઉત્કૃષ્ટ હશે
એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET)થી ગાયોની નવીન પેઢી ખૂબ જ ઉત્કૃષ્ટ હશે. ઓછા પશુમાં વધુ દૂધ ઉત્પાદન કરવાના સિદ્ધાંત સાથે આગળ વધતા પશુપાલકોને પશુ માવજત પાછળ થતા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે જેથી પશુપાલકોને વધુ નફો થશે.
આ પણ વાંચો-----BREAKING NEWS : રાજ્યની તમામ નર્સરીમાં કોનોકાર્પસના રોપાનો ઉછેર કરવા પર પ્રતિબંધ 
Tags :
IVF-ETKutchchmilk productionSarhad Dairy