ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાળંગપુર: કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 175મા સત્તામૃત મહોત્સવનું ભવ્ય આયોજન

અહેવાલ - વિશ્વાસ ભોજાણી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 175મા સત્તામૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશની અંદર સાળંગપુરનું નામ ખૂબ જ પ્રખ્યાત છે સાળંગપુરનું નામ આવે એટલે હનુમાનજી અચૂક યાદ આવે છે.ત્યારે આ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર...
06:53 PM Oct 28, 2023 IST | Maitri makwana

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 175મા સત્તામૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર દેશની અંદર સાળંગપુરનું નામ ખૂબ જ પ્રખ્યાત છે સાળંગપુરનું નામ આવે એટલે હનુમાનજી અચૂક યાદ આવે છે.ત્યારે આ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 175 મો સતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવ આગામી તારીખ 16 થી 22 નવેમ્બરના રોજ યોજાશે આ મહોત્સવમાં 1000 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ઐતિહાસિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષે સાળંગપુર ધામની અંદર અલગ અલગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આજે વધુ એક આયોજનના ભાગરૂપે તૈયારીના ભાગરૂપે આગામી સમયમાં યોજાનાર મહોત્સવ મુદ્દે ઓફિસથી મહત્વની જાણકારી આપવામાં આવી છે કે આગામી સમયમાં 175 મો સતામૃત મહોત્સવ યોજાશે.આ મહોત્સવમાં આધ્યાત્મિક વ્યાખ્યાન માળા, 108 સહિતા પાઠ, શ્રીજી આગમન મહોત્સવ તેમજ દિવ્ય 108 કુંડી મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમની અંદર દેશ વિદેશથી ભક્તો સાળંગપુર ધામ ખાતે પધારશે આ મહોત્સવના આયોજનના ભાગરૂપે હાલ સારંગપુરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો - ખાખીની તોડબાજી બાદ ખાદીધારીની એન્ટ્રીથી કેસમાં આવ્યો વળાંક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
#Sarangpur175th Sattamrut FestivalKastabhanjan HanumanjiKastabhanjan Hanumanji Temple
Next Article