Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : ખોરજ ગામ પગપાળા સંઘ પહોંચ્યો અંબાજી, શ્રી સિદ્ધિ ગ્રુપ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરાયું

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે શક્તિપીઠ અંબાજી. અંબાજીમાં બિરાજતા મા અંબાના દર્શન કરવાની તત્પરતા દેરક શ્રદ્ધાળુની હોય છે. મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવવાની લાગણી જ અનેરી હોય છે. દર વર્ષે ભાદરવી પૂનમે મા અંબાના દર્શન કરવા અને માતાજીના...
ambaji   ખોરજ ગામ પગપાળા સંઘ પહોંચ્યો અંબાજી  શ્રી સિદ્ધિ ગ્રુપ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરાયું

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે શક્તિપીઠ અંબાજી. અંબાજીમાં બિરાજતા મા અંબાના દર્શન કરવાની તત્પરતા દેરક શ્રદ્ધાળુની હોય છે. મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવવાની લાગણી જ અનેરી હોય છે. દર વર્ષે ભાદરવી પૂનમે મા અંબાના દર્શન કરવા અને માતાજીના મંદિરે ધજા ચઢાવવી તેવું દરેક ભક્ત ઇચ્છતો હોય છે.

Advertisement

અંબાજીમાં હાલમાં મીની કુંભ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે દર્શન કરવા માટે આવ્યા છે. અંબાજીમાં ભાદરવી મહામેળામાં ભક્તોની ભીડ જામી છે ત્યારે આજે ચોથા દિવસે શ્રી સિદ્ધિ ગ્રુપના ઓનર મુકેશભાઈ પટેલ અને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના એમ.ડી. જસ્મીનભાઈ પટેલ ખોરજ પગપાળા સંઘ લઈ માં અંબાના ધામમાં પહોંચ્યા છે. શ્રી સિદ્ધિ ગ્રુપના ઓનર મુકેશભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે ખોરજ ગામનો સંઘ લઈ અંબાજી માં અંબાના દર્શનાર્થે જાય છે.

Advertisement

ત્યારે છેલ્લા 36 વર્ષથી ખોરજ ગામથી સંઘ લઈને ધજા સાથે મા અંબાના ધામમાં જવાની પરંપરા આજે પણ યથાવત રહી છે. આજે ચોથા દિવસે શ્રી સિદ્ધિ ગ્રુપના ઓનર મુકેશભાઈ પટેલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના એમ.ડી જસ્મીનભાઈ પટેલ અને તેમના પરિવારના સભ્યો ખોરજ પગપાળા સંઘ લઈ મા અંબાના ધામમાં પહોંચ્યા છે અને ધ્વજારોહણ કર્યું છે. શ્રી સિદ્ધિ મિડીયા ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ, એમડી જસ્મીનભાઈ પટેલ અને તેમના પરિવારની વર્ષો જૂની પરંપરાને આજે પણ કાયમ રાખી છે.

Advertisement

શ્રી સિદ્ધિ ગ્રુપ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરાયું

છેલ્લા 36 વર્ષથી ખોરજ ગામથી સંઘ લઈને ધજા સાથે મા અંબાના ધામમાં જવાની પરંપરા આજે પણ યથાવત છે. જાણીતા શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, એમડી જસ્મીનભાઈ પટેલ અને તેમના પરિવારની આ વર્ષો જૂની પરંપરા છે. મુકેશભાઇ પટેલ અને તેમના પરિવાર દ્વારા આજે મા અંબાના ધ્મમાં ધ્વજારોહણ કર્યું ચછે અને માના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે.

અંબાજીમાં ભાદરવી પૂનમનું મહત્વ 1841 થી છે

એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંહ રાયકા નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યાર બાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો.

આ પણ વાંચો : પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ

Tags :
Advertisement

.