Sansnd Veeranjali 2.0 : વીરાંજલિમાં ભાગ લેવા શહીદ રાજગુરૂના વારસદારનું આગમન
Sansnd Veeranjali 2.0 : ગુજરાતમાં પણ છેલ્લા 17 વર્ષથી યુવાનોને પ્રેરણા મળે અને તેમનામાં દેશભક્તિની ભાવના જાગે તે માટે વીરાંજલિનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ વખતે વીરાંજલિ 2.0 નામથી અમદાવાદના સાણંદમાં 23 માર્ચની રાત્રે 8 કલાકે વીરાંજલિ નામે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગલેવા માટે શહીદ રાજગુરૂના વર્તમાન પેઢીના વારસદાર શ્રી સત્યશીલ રાજગુરૂ અને શ્રી આરતીબેન સત્યશીલ રાજગુરૂ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેમનું સિનિયર નેતા પ્રદિપસિંહ વાઘેલા દ્વારા સહર્ષ આવકાર આપવામાં આવ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. અને શહીદો અમર રહો, ભારત માતા કી જય, અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. શહીદ પરિવારના મહાનુભવોને શાલ ઓઢાડી તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. (THE HEIR OF MARTYR RAJGURU REACH AHMEDABAD TO ATTEND VEERANJALI 2.0)
3 માર્ચની રાત્રે 8 કલાકે વીરાંજલિનો કાર્યક્રમ યોજાશે
સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારી એટલે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ. માં ભારતીના આ ત્રણેય સપૂતોએ બ્રિટીશરાજના પાયા હચમચાવી નાંખ્યા હતા. 23 માર્ચસ 1931ના દિવસે પંજાબના હુસૈનીવાલામાં આ ત્રણેય વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઈ હતી. આ ક્રાંતિકારી વીરોની યાદમાં દર વર્ષે 23 માર્ચેને શહીદ દિવસ એટલે કે બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા 17 વર્ષથી યુવાનોને પ્રેરણા મળે અને દેશભક્તિની ભાવના જાગે તે માટે વીરાંજલિ નામથી દેશભક્તિ જગાવડા મ્યુઝિકલ ડ્રામાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમદાવાદના સાણંદમાં 23 માર્ચની રાત્રે 8 કલાકે વીરાંજલિનો કાર્યક્રમ યોજાશે. વીરાંજલિ સમિતિ અને GTPL કાર્યક્રમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશના વીર સપૂતોની જાણી અજાણી વાતો જાણવા મળશે.
- અમદાવાદના સાણંદમાં વીરાંજલિ 2.0 કાર્યક્રમ
- શહીદ દિવસે દેશના સપૂતોને અપાશે શ્રદ્ધાંજલિ
- દેશ માટે જીવ આપનારાઓને અપાશે શ્રદ્ધાંજલિ
- શહીદોના પરિવારને પણ અપાયું છે આમંત્રણ
- શહીદ રાજગુરૂના પરિજનો અમદાવાદ પહોંચ્યા
- સત્યશીલ રાજગુરૂ, આરતીબેન રાજગુરૂનું સ્વાગત
- અમદાવાદ એરપોર્ટ પર… pic.twitter.com/sukdE83z6o— Gujarat First (@GujaratFirst) March 22, 2025
મોટો કાર્યક્રમ લોકો વિનામૂલ્યે નિહાળી શકાશે
વર્ષ 2007થી પ્રદીપસિંહ વાઘેલા સાથે વીરાંજલિ સમિતિએ ‘દેશના સપૂતો અને ક્રાંતિકારીઓના અમર બલિદાનની ગાથાને વીરાંજલિ કાર્યક્રમ દ્વારા લોકમાનસ સુધી પહોંચાડવાનું-નવી પેઢીમાં દેશભક્તિ જગાવવાના કાર્યક્રમની શરૂઆત કરી છે. જેને ખુબ પ્રેમ મળ્યો છે.કાર્યક્રમમાં શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ ઉપરાંત વીર સાવરકરજી, શહીદ વિનોદ કિનારીવાલા, દેશના પહેલા મહિલા જાસૂસ કેપ્ટન નીરા આર્યના કિરદાર મંચ પર જોવા મળશે. સૌથી અગત્યની વાત એ છે કે આટલો મોટો કાર્યક્રમ લોકો વિનામૂલ્યે નિહાળી શકાશે.
આ પણ વાંચો --- ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરીક્ષાલક્ષી ભારણ ઘટાડવામાં આવશે, જાણો કેવી રીતે