ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Sanand Veeranjali Program : સાણંદ ખાતે શહીદ દિને વીર સપૂતોની યાદમાં વીરાંજલિ કાર્યક્રમ યોજાશે

યૂ હી નહીં મીલી આઝાદી, હૈ દામ ચુકાએ વીરો ને , કુછ હર કર ચઢે હૈ ફાંસી પર, કુછ ને જખ્મ સહે શમશીરો કે, આ કવિતા સામે આવતા જ એ વીરોના ચહેરા સામે આવી જાય, જેમને પોતાના પ્રાણ કરતા વધુ વ્હાલ વતનને કર્યો છે,, ગુજરાતમાં પાછલા 16 વર્ષથી ક્રાંતિકારીઓની યાદમાં વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, આ વખતે ક્યાં અને કઈ તારીખે થઈ રહ્યું છે આ ભવ્ય આયોજન, કોણ બનશે ભગતસિંહ અને કોણ નિભાવશે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ? તે જાણવા માટે જૂઓ,, વીસરાયેલા વીરોની સ્મરણાંજલિ 'વીરાંજલિ'
05:49 PM Mar 17, 2025 IST | MIHIR PARMAR
featuredImage featuredImage
Veeranjali program Gujarat first

સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારી એટલે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ. મા ભારતીના આ ત્રણેય સપૂતોએ બ્રિટીશરાજના પાયા હચમચાવી નાખ્યા હતા. 23 માર્ચને 1931ના દિવસે પંજાબના હુસૈનીવાલામાં આ ત્રણેય વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઈ. આ ક્રાંતિકારી વીરોની યાદમાં દર વર્ષે 23 માર્ચેને શહીદ દિવસ એટલે કે બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ છેલ્લા 17 વર્ષથી યુવાનોને પ્રેરણા મળે અને દેશભક્તિની ભાવના જાગે તે માટે વીરાંજલિ નામે એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમદાવાદના સાણંદમાં 23 માર્ચની રાત્રે 8 કલાકે વીરાંજલિ નામે કાર્યક્રમ યોજાશે. વીરાંજલિ સમિતિ અને GTPL કાર્યક્રમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશના વીર સપૂતોની જાણી અજાણી વાતો જાણવા મળશે.

આ પણ વાંચોઃ શહેરમાં લુખ્ખા રાજ માટે જવાબદાર છે Ahmedabad Police ની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર

સાણંદમાં આયોજીત આ કાર્યક્રમમાં શહીદ ભગતસિંહના ભત્રીજા કિરણજિંસિંહ, શહીદ સુખદેવજીના ભત્રીજા અનુજ થાપર, શહીદ રાજગુરૂના પરિવારમાંથી સત્યશીલ રાજગુરૂ ઉપસ્થિત રહેશે. વીરાંજલિ સમિતિ અને GTPL કાર્યક્રમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશના વીર સપૂતોની જાણી અજાણી વાતો જાણવા મળશે.

આર. જે આકાશે શું કહ્યું

વીરાંજલિ સમિતિ દ્વારા વર્ષ 2007માં બકરાણામાં વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. અત્યાર સુધીમાં ગુજરાતમાં તેમના 16 જેટલા કાર્યક્રમ થયા છે. અને 17મો કાર્યક્રમ સાણંદ ખાતે થવા જઈ રહ્યો છે,, ત્યારે ભગતસિંહનું પાત્ર ભજવનાર શું કહીં રહ્યા છે હવે તે પણ જાણીએ.

ડાયરેક્ટર વિરણ રાચ્છા શું કહ્યું

વર્ષ 2007થી પ્રદીપસિંહ વાઘેલા સાથે વીરાંજલિ સમિતિએ ‘દેશના સપૂતો અને ક્રાંતિકારીઓના અમર બલિદાનની ગાથાને વીરાંજલિ કાર્યક્રમ દ્વારા લોકમાનસ સુધી પહોંચાડવાનું-નવી પેઢીમાં દેશભક્તિ જગાવવાના કાર્યક્રમની શરૂઆત કરી છે. જેને ખુબ પ્રેમ મળ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad flat hidden Gold: અમદાવાદમાં પાલડી વિસ્તારમાં બંધ ફ્લેટમાં સોનું છુપાવ્યું હોવાની બાતમી મળતા એજન્સીઓનાં ધામા

વીરાંજલિ 2.0ને ઝળહળતો રાખવા માટે છેલ્લા ત્રણ મહિનાથી 400 લોકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ ઉપરાંત વીર સાવરકરજી, શહીદ વિનોદ કિનારીવાલા, દેશના પહેલા મહિલા જાસૂસ કેપ્ટન નીરા આર્યના કિરદાર મંચ પર જોવા મળશે. સૌથી અગત્યની વાત એ છે કે આટલા મોટો કાર્યક્રમ લોકો વિનામૂલ્યે નિહાળી શકશે. અમદાવાદ અને સાણંદમાં તેના પાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

Tags :
Bhagat SinghMemory of RevolutionariesPlanning of Veeranjali ProgramSanand Veeranjali programVeeranjali committeeVeeranjali Program