Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતનું મસૂરી અને સ્વર્ગનો અનુભવ કરાવતું સ્થળ એટલે સાબરકાંઠાનું Polo Forest

અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે Polo નું સુંદર જંગલ પોળ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે ભૌગોલિક દ્રષ્ટિએ પોળોએ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચે આવેલું Polo Forest: ચોમાસા દરમિયાન મજા માણી શકાય એવા ગુજરાતમાં અનેક સ્થળો આવેલા...
ગુજરાતનું મસૂરી અને સ્વર્ગનો અનુભવ કરાવતું સ્થળ એટલે સાબરકાંઠાનું polo forest
  1. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે Polo નું સુંદર જંગલ
  2. પોળ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે
  3. ભૌગોલિક દ્રષ્ટિએ પોળોએ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચે આવેલું

Polo Forest: ચોમાસા દરમિયાન મજા માણી શકાય એવા ગુજરાતમાં અનેક સ્થળો આવેલા છે. આ દિવસોમાં સૌરાષ્ટ્રમાં ફરવાની મજા અલગ હોય છે. પરંતુ ઉત્તર ગુજરાત પણ ફરવા લાયક સ્થળો આવેલા છે. જી હા, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે એક સુંદર જંગલ આવેલું છે. આ સ્થળ હરણાવ નદીને કિનારે આવેલું છે. અહીં હજારોની સંખ્યામાં પ્રવાસીયો આવતા હોય છે. આ સ્થળનું નામ છે પોળો ફોરેસ્ટ ( Polo Forest). પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે.

Advertisement

પોળો ફોરેસ્ટ એટલે ગુજરાતીઓની પહેલી પસંદ

આ પણ વાંચો: Mahemdavad: સિહુંજમાં આવેલું છે પૌરાણિક વિરેશ્વર મહાદેવનું મંદિર, શિવલિંગને લઈને આવી છે માન્યતા

Advertisement

અમદાવાદથી 150 કિમીના અંતરે આવેલું છે Polo Forest

આ વિશાળ જંગલ ( Polo Forest) સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલું છે. ત્યા જવાની વાત કરીએ તો હિંમતનગરથી માત્ર 70 કિમી અને મેટ્રો સિટી અમદાવાદથી 150 કિમીના અંતરે આવેલું છે. આ જંગલમાં જે નદી આવેલી છે જેના પર એક મોટો બંધ આવેલો છે અને સાથે સાથે અનેક નાના આડબંધ પણ આવેલા છે. જેથી અહીંનું વાતાવરણ ખુબ જ રમણીય લાગે છે. અહીં અભાપુરનુ શક્તિમંદીર, કળાત્મક પર્વતો, શરણેશ્વર મહાદેવ, રક્ત ચામુંડા, લાખેણાંના દેરાં અને સદેવંત સાવળિંગાના દેરાં પણ આવેલા છે.

આ પણ વાંચો: Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલે કરી મોટી આગાહી, જાણો કયા જિલ્લાઓમાં થશે ભારે વરસાદ...

Advertisement

રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચે આવેલું છે Polo Forest

પોળો ફોરેસ્ટ ( Polo Forest)માં ફરવા માટે અત્યારે અનેક લોકો ફરવા માટે આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અહીં સ્થળને સરકાર દ્વારા ખુબ જ ડેવલોપ કરવામાં આવ્યું છે. વિશેષ રીતે વાત કરવામાં આવે તો, ભૌગોલિક દ્રષ્ટિએ પોળોએ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચે આવેલું છે. જેથી અહીં ગુજરાતના લોકો તો આવે જ છે પરંતુ તેની સાથે રાજસ્થાનના લોકો પણ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે. આ સ્થળને ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો પણ મળી આવેલા છે. વિગતે વાત કરવામાં આવે તો, આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે.

આ પણ વાંચો: ACB એ બીજી વખત કયા લાંચીયા પોલીસવાળાને પકડ્યો, જાણો કોણ છે

Tags :
Advertisement

.