Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : ઈડર માર્કેટયાર્ડની ભરતીમાં કૌભાંડ! 15 લોકોની હંગામી ભરતી કર્યાનો આરોપ

ઈડર તાલુકામાં તથા જિલ્લામાં ઊભા થયેલા વિરોધનાં વંટોળને પારખી આ મામલો હાઈકોર્ટમાં લઈ જવાયો હતો.
sabarkantha   ઈડર માર્કેટયાર્ડની ભરતીમાં કૌભાંડ  15 લોકોની હંગામી ભરતી કર્યાનો આરોપ
Advertisement
  1. ઈડર માર્કેટયાર્ડની ભરતીમાં મસમોટું કૌભાંડ થયાનો આરોપ
  2. ડિરેક્ટરોએ કાયદાની છટકબારી શોધી હંગામી કર્મીઓને કાયમી કરી દીધા હોવાનો આક્ષેપ
  3. હાઈકોર્ટમાં રીટ ચાલતી હોવા છતાં ડિરેક્ટરોએ મામકાઓને ગોઠવી દીધાની ચર્ચા

સાબરકાંઠા (Sabarkantha) સહિત સમગ્ર ગુજરાતમાં ગાંધીજીના સહકારના સિદ્ધાંત પર ચાલી રહેલ અનેક સહકારી સંસ્થાઓમાં છેલ્લા કેટલાક સમયથી કાયદાનો દુરૂપયોગ કરી તેની છટકબારી શોધીને કેટલાક ડિરેક્ટરો અને સહકારી ક્ષેત્રનાં માધાંતાઓએ પોતાનાં પરિવારજનો અથવા તો સગા-સંબંધીઓને નોકરી અપાવી દીધી છે. ત્યારે વર્ષ અગાઉ ઈડર માર્કેટયાર્ડનાં તત્કાલિન ચેરમેન અને ડિરેક્ટરોએ એકસંપ થઈને ભરતીની જાહેરાત કરી હતી. ત્યારબાદ, જિલ્લા બહાર દેખાવ ખાતર લેખિત પરીક્ષા લીધા બાદ ચુપકીદીથી મૌખિક ઈન્ટરવ્યૂં લઈ તરત જ લગભગ 15 જણાંને માર્કેટયાર્ડની (Idar Market Yard) વિવિધ જગ્યા પર હંગામી ભરતી કરી દીધી હોવાનો આરોપ થયો છે.

15 કર્મચારીઓને હંગામીમાંથી કાયમી કરવાની હિલચાલ શરૂ!

ઈડર માર્કેટયાર્ડનાં કેટલાક ડિરેકટરોમાં અંદરખાને વિરોધ થયો હોવા છતાં, બહુમતિનાં જોરે અને રાજકીય અગ્રણીઓનાં છુપા આર્શિવાદથી ભરતી પ્રક્રિયાને અંદરખાને પૂર્ણ કરી દીધા બાદ ચેરમેન અશોક પટેલની પુત્રીને પણ નોકરી આપી દીધી હોવાનું સહકારી ક્ષેત્રનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પણ, ભરતી કરાઈ ત્યારે ઈડર તાલુકામાં તથા જિલ્લામાં ઊભા થયેલા વિરોધનાં વંટોળને પારખી આ મામલો હાઈકોર્ટમાં લઈ જવાયો હતો. તો બીજી તરફ હજું સુધી રીટનું કોઈ નિરાકરણ આવ્યું ન હોવા છતાં 15 કર્મચારીઓને તાજેતરમાં હંગામીમાંથી કાયમી કરીને પૂરો પગાર આપવાની હિલચાલ શરૂ કરી દેવાઈ છે.

Advertisement

આ પણ વાંચો -Aava Water Plant : બૉટલોમાં પાણી ભરીને વેચતી કંપનીના પાર્કિંગમાં પડેલી બિનવારસી ટ્રકમાંથી મળ્યો વિદેશી દારૂ

Advertisement

રીટનો નિવેડો ન આવ્યો છતાં હંગામી કર્મીઓને કાયમી કરી દેતા હોબાળાની શક્યતા

એટલું જ નહીં પણ, આ હંગામી કર્મચારીઓને માર્કેટયાર્ડની (Idar Market Yard) હરાજી, ઓફિસ કામ તથા અન્ય કામગીરી કરાવીને પગાર ચુકવાઈ રહ્યો હોવાની વિગતો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ પણ માર્કેટયાર્ડનાં ચેરમેન અશોક પટેલ આ અંગે કંઈ જ જાણતા નથી તેવો દેખાવ કરી ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનાં પણ આરોપ થયા છે. જાણકારોનાં મતે, હાઈકોર્ટમાં રીટનો નિવેડો ન આવ્યો હોય છતાં હંગામી કર્મચારીઓને કાયમી કરી દેવાની જે પેરવી કરાઈ છે તે બાબતે આગામી દિવસોમાં હોબાળો થવાની શકયતા નકારી શકાતી નથી. એટલું જ નહીં પણ સહકારી ક્ષેત્રમાં જિલ્લા રજિસ્ટ્રાર ભરતીની કાર્યવાહી કરવા માટે અથવા તો અન્ય કોઈ વિવાદ ઊભો થાય ત્યારે સહકારી રજિસ્ટ્રારની શું ભૂમિકા હોવી જોઈએ ? તે સ્પષ્ટ થવું જોઈએ. નહીં તો આગામી સમયમાં સહકારી ક્ષેત્રનાં (Co-Operative Sector Job) બની બેઠેલા નેતાઓ આ સંસ્થાઓને ડુબાડશે એવું જિલ્લાની પ્રજા માની રહી છે. સાબરકાંઠામાં (Sabarkantha) આવેલ અન્ય સહકારી સંસ્થાઓમાં પણ મામકાઓ તથા પૈસાનાં જોરે નોકરી મેળવવા માંગતા બેરોજગારો પાસેથી જયારે પણ ભરતી કરવામાં આવે ત્યારે આ નેતાઓ મોં માગ્યા દામ વસૂલ કરતા હોવાનો આક્ષેપ છે.

આ પણ વાંચો -Gandhinagar : વ્યાયામ શિક્ષકોની કાયમી કરવાની માંગને લઈ વિરોધ, પોલીસે કરી અટકાયત

ઉમેદવારોની અરજીની વિગતો છુપાવાઈ હોવાની આશંકા

ઈડર માર્કેટયાર્ડમાં 15 કર્મચારીઓની ભરતી કરવા માટે તત્કાલિન સમયે જાહેરાત પ્રસિદ્ધ કરાઈ હતી, જેથી લગભગ 100 થી વધુ બેરોજગારોએ અરજી કરી હતી. પરંતુ, પોતાનાં માનીતાઓને ગોઠવવા માટે ડિરેક્ટરોએ નિયમો નેવે મૂકી લાગતા વળગતા 15 ઉમેદવારોને પસંદ કર્યા છે, જે શંકા ઉપજાવે છે. હવે જોવાનું એ રહે છે કે આ અંગે જો નિષ્પક્ષ તપાસ થાય અને યોગ્ય ગણાય ત્યારે શું કાર્યવાહી કરવામાં આવશે ?

ઈડર માર્કેટયાર્ડનાં એક મહિલા કર્મચારી રજા પર હોવા છતાં પગાર ચૂકવાયાની ચર્ચા

ઈડર માર્કેટયાર્ડમાં ચેરમેન અને ડિરેક્ટરોની રહેમ નજરથી એક મહિલા કર્મચારીને નોકરી અપાઈ છે જે હંગામી હતાં પરંતુ, ગમે તે કારણસર આ મહિલા કર્મચારી છેલ્લા બે મહિનાથી રજા પર હોવા છતાં માર્કેટયાર્ડનાં (Idar Market Yard) ચોપડે તેણીને પગાર ચૂકવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે, જિલ્લા રજિસ્ટ્રારે સીસીટીવી ફૂટેજ તપાસી યોગ્ય કાર્યવાહી કરવા માગ ઊઠી છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા (Sabarkantha)

આ પણ વાંચો - Gujarat Budget 2025-26 : વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટેનો રોડમેપ 

Tags :
Advertisement

.

×