Sabarkantha : ઈડર માર્કેટયાર્ડ ભરતી કૌભાંડની તપાસમાં ચોંકાવનારો ખુલાસો! ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ!
- ઈડર માર્કેટયાર્ડમાં ભરતી કૌભાંડ મામલે Gujarat First Digital નાં અહેવાલની ધારદાર અસર (Sabarkantha)
- ઇડર માર્કેટયાર્ડનું ભરતી પ્રકરણમાં સગાવાદ થયો હોવાનો ઘટસ્ફોટ થતાં તપાસ
- જિલ્લા રજિસ્ટ્રારે નિયામકને અહેવાલ મોકલતાં માર્કેટયાર્ડનાં સત્તાવાળાઓમાં હડકંપ!
- બે અરજદારોએ કરેલી લેખિત રજૂઆતમાં પગાર ખર્ચનાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા
Sabarkantha : થોડા દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાનાં ઈડર માર્કેટયાર્ડમાં (Idar Market Yard) અધિકારીઓની ભરતીમાં સગાવાદ થયો હોવાનો આરોપ થયો હતો. 'ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ' નાં (Idar Khetiwadi Utpanna Bazar Samiti) ચેરમેન અને ડિરેકટરોએ 10 થી વધુ મામકાઓને તેમની લાયકાત વગર જ નોકરી આપી કાયદાની છટક બારી શોધીને અને ભ્રષ્ટાચાર (Corruption) આચરી કર્મચારીઓને પ્રથમ હંગામી ધોરણે રાખી ત્યાર બાદ કાયમી કરી ઊંચો પગાર ચૂકવ્યો હોવાનાં આરોપ થયા હતા. જે અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ ડિજિટલ પ્લેટફોર્મ (Gujarat First Digital Platform Impact) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાત ફર્સ્ટ ડિજિટલ પ્લેટફોર્મનાં અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. આ મામલે જિલ્લા રજિસ્ટાર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત થયા બાદ તપાસ અને ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રનાં નિયામક સુધી મામલો પહોંચ્યો છે. સાથે જ આગામી દિવસોમાં આ ભરતી કૌભાંડ મામલો હાઇકોર્ટમાં (Gujarat High Court) પણ પહોંચી શકે છે.
'વહીવટી ખર્ચમાં સૌથી વધુ ખર્ચ પગાર ચૂકવવામાં વપરાઈ જાય છે' તેવો આરોપ
સાબરકાંઠા જિલ્લાનું (Sabarkantha) સહકારી ક્ષેત્ર ગુજરાતમાં અગ્રિમ હરોળમાં આવે છે. ત્યારે, જિલ્લાની કેટલીક સહકારી સંસ્થાઓમાં (Co-Operative Sector) સહકારી નેતાઓનાં આર્શિવાદથી ચેરમેન, ડિરેક્ટર્સ અને ઉચ્ચ હોદ્દાઓ પર નોકરી કરતા અધિકારીઓની ભરતીઓમાં સગાવાદ કરાતો હોવાથી કેટલીક સહકારી સંસ્થાઓનું ભવિષ્ય આગામી સમયમાં ધુંધળું બને તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે. થોડાક સમય પહેલા 'ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ' નાં ચેરમેન અને ડિરેકટરોએ 10 થી વધુ મામકાઓને તેમની લાયકાત વગર જ નોકરી આપી દીધી હોવાનો દાવો થતાં ઈડર માર્કેટયાર્ડ વિવાદમાં (Idar Market Yard) સપડાયું છે. જે સંદર્ભે થોડાક દિવસો અગાઉ જિલ્લા રજિસ્ટ્રારે ઉચ્ચ કક્ષાએ મોકલેલા અહેવાલને લઈને ઈડર માર્કેટયાર્ડમાં ચકચાર મચી જવા પામી હતી. બે અરજદારે કરેલી લેખિત રજૂઆતમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે વહીવટી ખર્ચમાં સૌથી વધુ ખર્ચ પગાર ચૂકવવામાં વપરાઈ જાય છે.
આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કેટયાર્ડમાં ભરતી કૌભાંડ! ચેરમેને સેવ્યું મૌન, તપાસ થાય તો મોટા ખુલાસા થવાની વકી
ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ડિરેકટરે આક્ષેપ કરતા તપાસ થઈ
આ અંગેની વિગત એવી છે કે, ઈડર માર્કેટયાર્ડમાં એકાદ વર્ષ અગાઉ તત્કાલિન ચેરમેન અને ડિરેકટરો તથા અધિકારીઓએ તેમના સગા-વ્હાલાઓને નોકરી આપવાનાં બહાને નામ માત્રની જાહેરાત પ્રસિધ્ધ કર્યા બાદ ભરતીની પ્રક્રિયા કાગળ પર કરી દીધી હતી. જે સંદર્ભે ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ડિરેકટર કિરીટ ચીમનભાઈ પટેલે ભ્રષ્ટાચાર તથા વહીવટમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરીને જિલ્લા રજિસ્ટાર (District Registrar) સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી, જેના પરિપાક રૂપે જિલ્લા રજિસ્ટારે સમય પારખીને ઈડર માર્કેટયાર્ડનાં વહીવટની તપાસ કરી હતી અને અહેવાલ તૈયાર કરીને ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રનાં નિયામકને મોકલી આપ્યો હતો. ત્યાર બાદ જાણે ઈડર માર્કેટયાર્ડમાં સગાવાદનાં જોરે ભરતી કરનારા ડિરેકટરોનાં પગ નીચે રેલો આવી ગયો છે.
ખોટી રીતે ભરતી કરી માર્કેટયાર્ડનાં રૂપિયાનો દુરૂપયોગ કરાયો હોવાનો આક્ષેપ
અહેવાલમાં, ઈડર માર્કેટયાર્ડમાં કરાયેલી ભરતીમાં કેટલીક વિસંગતતાઓ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ 10 થી વધુ કર્મચારીઓની ભરતી કરીને કાયદાની છટક બારી શોધીને આ કર્મચારીઓને પ્રથમ હંગામી ધોરણે રાખી પગાર ચૂકવવામાં આવ્યો હતો અને ચુપકીદી સેવીને કોઈને ખબર ન પડે તે રીતે કાર્યવાહી કરીને આ કામચલાઉ કર્મચારીઓને કાયમી કરી દીધા છે. એટલું જ નહીં પણ જે સબયાર્ડમાં (Sub-yard) કર્મચારીઓની જરૂર છે તેના કરતાં વધુ કર્મચારીઓને મુકીને ખેડૂતો અને વેપારીઓ થકી ચાલતા ઈડર માર્કેટયાર્ડનાં નાણાંનો વ્યય કરાતો હોવાના આક્ષેપ છડેચોક થઈ રહ્યા છે.
આ પણ વાંચો -ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! ઇડર APMC માં ગેરકાયદેસર ભરતી મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત
હાઈકોર્ટમાં પહોંચી શકે છે મામલો
સૂત્રોનાં જણાવ્યા મુજબ, ઈડર માર્કેટયાર્ડમાં (Idar Market Yard) કરાયેલી કર્મચારીઓની ભરતી મામલો કદાચ આગામી સમયમાં હાઈકોર્ટમાં (Gujarat High Court) મામલો પહોંચી શકે છે. ત્યારે ડિરેકટરો અને કર્મચારીઓનાં મોઢા પરથી નૂર ઊડી ગયું છે, જેને લઈને હેમંત પટેલ અને કિરીટ પટેલ દ્વારા જિલ્લા રજિસ્ટર તેમ જ હાઇકોર્ટ સુધી પિટિશન દાખલ કરી દીધી છે. જો કે, હાલનાં તબક્કે પિટિશન પેન્ડિંગ છે તેમ છતાં ચેરમેન, પૂર્વ ચેરમેન કોઈપણ હિસાબે આ ભરતી કરાયેલા ઉમેદવારોને કાયમી કરી દેવાના મૂડમાં છે એવા આરોપ થઈ રહ્યા છે.
નોકરી માટે આવેલી ફકત 20 અરજી શંકા ઉપજાવનારી
રજિસ્ટરમાં અહેવાલની વિગતો મુજબ, ભરતી માટે સમિતિની રચના થાય તો વધુમાં વધુ ત્રણ વ્યક્તિને નિમણૂક કરવાની થાય, તેમ છતાં માત્ર મહેસાણાનાં (Mehsana) એક જ વ્યક્તિને નિમણૂક કરી છે તે પણ શંકાનાં દાયરામાં છે. રાજ્યમાં હાલ બેરોજગારોની સંખ્યા વધુ છે છતાં ઈડર માર્કેટયાર્ડમાં માત્ર નોકરી વાંચ્છુઓની ફકત 20 અરજીઓ આવે તે શંકા ઉપજાવે છે.
આ પણ વાંચો - Ahmedabad : પ્રદેશ BJP અધ્યક્ષની જાહેરાત પહેલા CM ભૂપેન્દ્ર પટેલ PM મોદીને મળ્યા, જાણો કેમ ?
જિલ્લા રજિસ્ટાર શું કહે છે ?
જિલ્લા રજિસ્ટારના મત પ્રમાણે સમિતિએ ભરતી કરેલ ઉમેદવારોને હંગામી ધોરણે રાખવા તે પણ નિયમ વિરુદ્ધ છે. વધુમાં, જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નિયામકને લેખિતમાં જાણ કરાવી છે કે અરજદારોએ જે રજૂઆતો કરી છે જે ઉમેદવારોનાં નામ તેમણે આપ્યા હતા તેમને જ નોકરીમાં ભરતી કરવામાં આવી છે, જેથી શંકા વધુ પ્રબળ બને છે.
પાંચ વર્ષમાં સ્ટાફ ખર્ચ કેટલો થયો ?
ઈડર માર્કેટયાર્ડની વર્ષ 2019-20 માં આવક અંદાજે રૂ.2.43 કરોડની સામે સ્ટાફ ખર્ચ 1.14 કરોડથી વધુ છે. વર્ષ 2020-21 માં આવક 3.37 કરોડની સામે ખર્ચ 1.20 કરોડથી વધુ, વર્ષ 2021-22 માં ઈડર માર્કેટયાર્ડની આવક અગાઉનાં વર્ષ કરતાં ઘટીને 2.75 કરોડની સામે સ્ટાફ ખર્ચ 1.06 કરોડ થયું છે. જ્યારે વર્ષ 2022-23 માં ફરી પાછી આવક વધીને 3.01 કરોડની સામે સ્ટાફ ખર્ચમાં 39.36 ટકાનો જંગી વધારો થતાં 1.18 કરોડથી વધુ થયો હોવાનું મહેકમ ખર્ચની વિગતોમાં દર્શાવાયું છે. જયારે, વર્ષ 2023-24 માં આવક 3.61 કરોડથી વધુ થઈ છે તો તેની સામે સ્ટાફ ખર્ચ પણ 1.13 કરોડથી વધુનો થયો હોવાનું જણાયું છે. અરજદારનાં દાવા મુજબ, આવકની સામે સ્ટાફ ખર્ચની ટકાવારી વધુ છે, જેમાં અનુક્રમે વર્ષ 2019-20 માં 66.44 ટકા, 20-21 માં 57.96 ટકા, 21-22 માં 59.56 ટકા, 22-23 માં 66.36 ટકા અને 23-24 માં 53.15 ટકા પગાર સહિત અન્ય ખર્ચ પેટે ચૂકવાયા છે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Gujarat માટે સોમવાર ગોઝારો સાબિત થયો! અકસ્માતની ઘટનાઓમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યો