Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાબરકાંઠા નગરપાલિકા આકરાં પાણીએ : જિલ્લા કલેક્ટરના જાહેરનામા તેમજ ફુડ એન્ડ સેફ્ટીના ભંગ બદલ કાર્યવાહી

અહેવાલ - યશ ઉપાધ્યાય હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં નિયત કરેલ સ્થળ સિવાયના સ્થાનો પર મટનશોપની દુકાનો વેંચાણ, સંગ્રહ ૫૨ પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓએ આવા વિસ્તારોમાં નોનવેજની દુકાનો ચાલુ રાખતા પાલિકા તંત્ર દ્વારા વેપારીઓની શોપને સીલ મરાયા હતા. તેમ છતાં શહેરના...
09:56 AM Sep 15, 2023 IST | Hardik Shah

અહેવાલ - યશ ઉપાધ્યાય

હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં નિયત કરેલ સ્થળ સિવાયના સ્થાનો પર મટનશોપની દુકાનો વેંચાણ, સંગ્રહ ૫૨ પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓએ આવા વિસ્તારોમાં નોનવેજની દુકાનો ચાલુ રાખતા પાલિકા તંત્ર દ્વારા વેપારીઓની શોપને સીલ મરાયા હતા. તેમ છતાં શહેરના વિવિધ સ્થાનો પર આવેલી મટનશોપની દુકાનોના માલીકોએ પાલિકાએ મારેલા સીલ તોડી નાખી વેપલો શરૂ કરી દીધાનું ધ્યાને આવતા પાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટે શહેરના ૧૭ વેપારીઓ વિરૂધ્ધ બી.ડિવિઝનમાં બુધવારે ફરીયાદ નોંધાવતા પોલીસે જાહેરનામા તેમજ ફુડ એન્ડ સેફ્ટીના ભંગ બદલ કાર્યવાહી કરી છે.

હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે નગરપાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટે રાજેન્દ્રસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના સી.સ.નં.૪૩૭ના નિયત કરાયેલ સ્થળ સિવાય શહેરના બીજા કોઈ સ્થાનો પર મટનશોપ ચલાવવા, વેંચવા તેમજ સંગ્રહ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં કેટલાક વેપારીઓએ ગેરકાયદેસર રીતે મટનશોપની દુકાનો ખોલી નોનવેજનો ગેરકાયદેસર વેપલો શરૂ કરી દીધો હતો. જે નગરપાલિકા તંત્રના ધ્યાને આવતા ૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ આવી મટનશોપની દુકાનોને તંત્રએ સીલમારી દઈ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ પાલિકાના સ્ટાફ દ્વારા સીલ મરાયેલા સ્થળોની તપાસ કરાતા વેપારીઓએ પાલિકાએ મારેલ સીલ તોડી નોનવેજ વેંચવાનો ગેરકાયદેસર વેપલો શરૂ કરી દીધાનું ધ્યાને આવ્યુ હતુ.

પાલિકાના સુપ્રિટેન્ડેન્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણે બુધવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સીલ મારેલ મટનશોપની દુકાનોના સીલ તોડી જાહેરનામા તેમજ ફુડ એન્ડ સેફટીનો ભંગ કરી ધંધો ચાલુ કરી દેનાર ૧૭ વેપારીઓ વિરૂધ્ધ હિંમતનગરના બી.ડિવિઝનમાં ફરીયાદ નોંધાવી છે. એક તરફ પર્યુષણના પવિત્ર તહેવાર ચાલી રહ્યા છે ત્યારે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે નોનવેજના વધેલા વેપલાથી લોકોમાં કચવાટની લાગણી પ્રર્વતવા પામી છે. જોકે પોલીસે શહેરના ૧૭ વેપારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ગેરકાયદેસર નોનવેજનો વેપલો કરતા કયા કયા દુકાનદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 

આરોપીઓના નામ
(1) નારાયણભાઈ સોમાભાઈ ખટીક ચામુંડા મટન શોપ,પોસ્ટ ઓફિસ હિંમતનગર

(2) બાબુભાઈ ગલબાભાઈ ખટીક, બાબુ ચિકન પોસ્ટ ઓફિસ

(3) રાજુ ડાયાભાઈ ખટીક ,ડીલક્ષ મટન શોપ હિંમતનગર

(4) જયંતીભાઈ ખેમાભાઈ ખટેક, પોસ્ટ ઓફિસ હિંમતનગર

(5) પિયુષ રમણભાઈ ખટીક,પોસ્ટ ઓફિસ હિંમતનગર

(6) કાળુભાઈ રામાભાઈ ખટીક, પોસ્ટ ઓફિસ હિંમતનગર

(7) એહમદ ફતેહઅહેમદભાઈ ચૌહાણ, નશીરી મટન શોપ વણઝારાવાસ

(8) સિદ્દીકભાઈ મોહમ્મદભાઈ કુરેશી તવક્કલ મટન શોપ વણઝારાવાસ

(9) અહમદભાઈ મહમ્મદભાઈ ચૌહાણ, જામિયા હિદાયત મટન શોપ વણઝારા વાસ

(10) મહમદભાઈ નાથુભાઈ બેલી, ખ્વાજા ફરીદ મટન શોપ વણઝારાવાસ

(11) કાળુભાઈ ઇબ્રાહીમભાઇ કુરેશી

( 12) નવીનભાઈ ઇસ્માઈલભાઈ માકણસિયા

(13) જયંતીભાઈ મુળાભાઈ ખટીક

(14) ખેમાભાઈ કોદરભાઈ ખટીક

(15) કાદરભાઈ નાથુભાઈ બેલીમ

(16) જાવેદભાઈ યાકુભાઈ મીર

(17) મિર્ઝા ઇનાયતબેગ રૂસ્તમબેગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Actiondistrict collectorfood and safetySabarkantha municipalityviolationviolation of District Collector's declaration
Next Article