Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : સાથે રહેવા માગતી યુવતીઓનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ!

બંને બહેનપણીને મનમાં લાગી આવ્યા બાદ મોપેડ લઈને પ્રાંતિજથી હિંમતનગર તરફ આવતી હતી...
sabarkantha   સાથે રહેવા માગતી યુવતીઓનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ
Advertisement
  1. ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકામાં રહેતી બે યુવતીઓનો આપઘાતનો પ્રયાસ (Sabarkantha)
  2. બે યુવતીઓને સંબંધ હોવાથી સાથે રહેવા માગતી હતી, પરિવારજનોનો વિરોધ
  3. બંને યુવતી મોપેડ પર હિંમતનગર જવા નીકળી, રસ્તામાં ઝેરી દવા ગટગટાવી
  4. બંનેની તબિયત લથડતાં હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ

Sabarkantha : ગાંધીનગર જિલ્લાનાં (Gandhinagar) માણસા તાલુકાનાં કુવાદરા અને લોદરા ગામે રહેતી બે યુવતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ હતો. પરંતુ, કુવાદરાનાં પરિવારજનોએ દીકરીને લોદરાની યુવતી સાથે સંબંધ ન રાખવા માટે કહ્યું હતું, જેથી બંને બહેનપણીને મનમાં લાગી આવ્યા બાદ મોપેડ લઈને પ્રાંતિજથી હિંમતનગર તરફ આવતી હતી ત્યારે અગમ્ય કારણોસર આ બંને બહેનપણીઓને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તબિયત લથડતાં બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : વટવા કેનાલ પાસે સિલાઈના કારખાનામાં લાગી વિકરાળ આગ, ફાયરની 9 ગાડીઓ પહોંચી

Advertisement

Advertisement

બંને યુવતીઓ સાથે રહેવા માગતી હતી પરંતુ, પરિવારને મંજૂર નહોતું

આ અંગે કુવાદરા ગામે રહેતા બળદેવજી ઠાકોરે બુધવારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Himmatnagar A-Division Police Station) કરેલી જાણ મુજબ, તેમની દીકરી સરોજબેન ઠાકોર (ઉ.વ.30) ને લોદરા ગામે રહેતી જયોત્સનાબેન બકાજી ઝાલા (ઉ.વ.20) વચ્ચે ગમે તે સંબંધ હોવાને કારણે બંને સાથે રહેવા માંગતી હતી. પરંતુ, પરિવારને તે મંજૂર ન હતું. ત્યારબાદ સરોજબેન અને જયોત્સનાબેનને મનમાં લાગી આવ્યું હતું અને બંને મોપેડ પર બેસી પ્રાંતિજ જવા નીકળી હતી.

આ પણ વાંચો - Gandhinagar : વિધાનસભામાં ઊઠ્યો અમરેલી લેટરકાંડનો મુદ્દો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં કોંગ્રેસ પર પ્રહાર

બંને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, સિવિલમાં દાખલ

બુધવારે બપોરનાં સુમારે હિંમતનગર તરફ આવી રહી હતી ત્યારે પીપલોદીની સીમમાં આવેલ એક કુવાની ઓરડી નજીક જંતુનાશક દવાની બોટલ જોઈ હતી. ત્યારબાદ બંનેએ ગમે તે કારણસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને બહેનપણીની તબિયત લથડી હતી. ત્યારબાદ કેટલાક લોકોએ પીપલોદી નજીકથી પસાર થતાં રેલવે ટ્રેક નજીક બંને યુવતીઓને તરફડતી જોઈ હતી અને તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી બોલાવી હતી. એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે હિંમતનગર સિવિલમાં (immatnagar Civil Hospita) લવાઈ હતી.

તાત્કાલિક સારવાર મળતા બંનેનો જીવ બચ્યો, હાલ તબીબી દેખરેખ હેઠળ

જયાં ફરજ પરનાં તબીબે તાબડતોબ સારવાર આપી હતી. જો કે સિવિલનાં ઈન્ચાર્જ આરએમઓ ડો.વિપુલ જાનીના જણાવ્યા મુજબ, ઝેરી દવા પી લીધેલ બંને બહેનપણીને જરૂરી સારવાર અપાઈ હતી, જેમની તંદુરસ્તી અંગે 24 કલાક પછી ખબર પડશે. સમગ્ર ઘટનાની જાણ થતાં સરોજબેનનાં પિતા બળદેવજી ઠાકોરે હિંમતનગર સિવિલમાં આવી તપાસ કર્યા બાદ ઘટના અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Himmatnagar A-Division Police Station, Sabarkantha) જાણ કરી હતી.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Deesa : ભયંકર અકસ્માત! 3 વાહન અથડાતાં વિકરાળ આગ લાગી, 2 નાં મોત, જુઓ Video

Tags :
Advertisement

Trending News

.

×