Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha: નાઈટ ક્રિકેટ ટૂનાર્મેન્ટમાં બોલ લેવા બાબતે બબાલ, ચાર લોકો ગંભીર રીતે ઘાયલ

Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને ઉનાળામાં રાત્રે અનેક ઠેકાણે નાઈટ ક્રિકેટ ટૂનાર્મેન્ટનું આયોજન કરાય છે. જયાં ઘણા દિવસો સુધી ટીમો વચ્ચે મેચ રમાય છે. ત્યારે શુક્રવારે રાત્રે ઈડર તાલુકાના દરામલી ગામે આવેલ સવગુણ કોમ્પ્લેક્ષની પાછળના ક્રિકેટ મેદાનમાં બોલ લેવા બાબતે...
07:02 PM Jun 08, 2024 IST | VIMAL PRAJAPATI
Sabarkantha Night Cricket Tournament

Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને ઉનાળામાં રાત્રે અનેક ઠેકાણે નાઈટ ક્રિકેટ ટૂનાર્મેન્ટનું આયોજન કરાય છે. જયાં ઘણા દિવસો સુધી ટીમો વચ્ચે મેચ રમાય છે. ત્યારે શુક્રવારે રાત્રે ઈડર તાલુકાના દરામલી ગામે આવેલ સવગુણ કોમ્પ્લેક્ષની પાછળના ક્રિકેટ મેદાનમાં બોલ લેવા બાબતે દરામલી અને ભદ્રેસર ગામના યુવકો વચ્ચે થયેલી બોલાચાલી આખરે મારા મારીમાં પરિણમી હતી. ભદ્રેસરના કેટલાક યુવકોએ દરામલીના યુવકો પર લાકડી તથા અન્ય મારક હથિયારોથી હુમલો કરતાં ચાર જણાને ઈજા થઈ હતી. નોંધનીય છે કે, તેમને ઈડર અને હિંમતનગર સિવિલમાં દાખલ કરાયા હતા. ઘટનાને પગલે જાદર પોલીસે સ્થળ નિરીક્ષણ કરી હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ઈજાગ્રસ્તોના નિવેદનને આધારે આ મામલે 10 લોકો વિરૂધ્ધ શનિવારે જાદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

ઈડર અને હિંમતનગર સિવિલમાં કોને લઈ જવાયા ? (તમામ રહે.દરામલી)
હાર્દિકભાઈ બાબુભાઇ પટેલ
પટેલ વિશાલભાઈ શાંતિલાલ
નરેશ ભાઈ કરશનભાઇ દેસાઈ
પટેલ અિનલભાઈ ગુણવતલાલ

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દરામલી ગામે છેલ્લા દોઢ મહિનાથી નાઈટ ક્રિકેટ ટૂનાર્મેન્ટ ચાલી રહી છે ત્યારે શુક્રવારે રાત્રે ભુવેલ અને તેજપુરાની ટીમો વચ્ચે ફાઈનલ હતી. આ દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી અનેક લોકો મેચ જોવા આવ્યા હતા ફાઈનમાં 6 ઓવર પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડની બહાર દડો પહોંચી જતાં ભદ્રેસર ગામના કેટલાક યુવાનોએ બોલ લઈ લીધો હતો. જેના કારણે વિવાદ ઉભો થતાં 15 મિનિટ સુધી મેચને બંધ રાખી હતી ત્યારે કેટલાક પ્રેક્ષકો જતા રહયા હતા તે પછી મેચ શરૂ થઈ ત્યારે રાત્રે 11 વાગ્યાના સુમારે ભદ્રેસર ગામના વનરાજસિંહ વિનુસિંહ ઝાલા, કુલદિપસિંહ ઝાલા સહિત અન્ય કેટલાક યુવકો હાથમાં લાકડીઓ તથા મારક હથિયારો સાથે ધસી આવી બુમારાણ મચાવી દીધી હતી.

હુમલાખોરોની યાદી (તમામ રહે.ભદ્રેસર)
વનરાજસિંહ વિનુસિંહ ઝાલા
મુકેશસિંહ દેવસિંહ ઝાલા
કુલદીપસિંહ વિનુસિંહ ઝાલા
નરેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા
લાલભા કિરણસિંહ ઝાલાનરેશસિંહ ઝાલા
નવદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા
કરણસિંહ અર્જુનસિંહ ઝાલા
પ્રવિણસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાવનરાજસિંહ

નોંધનીય છે કે, આજ વખતે પ્રેક્ષક તરીકે બેઠેલા હાર્દિક બાબુભાઈ પટેલે દડો પાછો માંગવા બાબતે જણાવતા ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા લોકોએ ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. જેના લીધે ચાર જણાને ઈજા થતાં સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ જાદર પોલીસે તપાસ કર્યા બાદ 10 લોકો વિરૂધ્ધ ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: World Cup નો અનોખો ક્રેઝ, ભારત પાકિસ્તાન મેચ જોવા સેંકડો ગુજરાતી પહોંચ્યા અમેરિકા

આ પણ વાંચો: Surat: મિત્ર પર વિશ્વાસ કરવો ભારે પડ્યો! નફાની લાલચે રૂપિયા 5 કરોડની છેતરપિંડી

આ પણ વાંચો: Surat: એક જ રાતમાં સળગી બે કંપનીઓ, લાખોનો સામાન બળીને ખાખ

Tags :
Cricket Newscricket tournamentnight cricket tournamentnight cricket tournament NewsSabarkanthaSabarkantha NewsSabarkantha Night Cricket TournamentVillage cricketVimal Prajapati
Next Article