Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha Farmers Problem: સાબરકાંઠામાં દાડમના પાકમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા

Sabarkantha Farmers Problem: સાબરકાંઠમાં ખેડૂતો દાડમમાં રોગચાળો આવતા અન્ય ખેતી તરફ વળ્યા છે. જોકે સમગ્ર જિલ્લામાં 250 થી 300 હેક્ટર વિસ્તારમાં દાડમનુ વાવેતર કરવામાં આવ્યુ છે. વાતાવરણમાં ફેરફારને કારણે દાડમના પાકમાં થયું નુકસાન સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો અન્ય...
11:33 PM Feb 27, 2024 IST | Aviraj Bagda
Diseases of sugarcane and oilseeds in Dadamna crop

Sabarkantha Farmers Problem: સાબરકાંઠમાં ખેડૂતો દાડમમાં રોગચાળો આવતા અન્ય ખેતી તરફ વળ્યા છે. જોકે સમગ્ર જિલ્લામાં 250 થી 300 હેક્ટર વિસ્તારમાં દાડમનુ વાવેતર કરવામાં આવ્યુ છે.

સાબરકાંઠા જીલ્લા માં ખેડૂતો ફળ ફળાદીની ખેતી કરતા હોય છે. ત્યારે દર વર્ષે દાડમનું વાવેતર કરી સારુ ઉત્પાદન મેળવી રહ્યા હતા. પરંતુ આ વર્ષે દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે. તે ઉપરાંત વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું છે.

Sabarkantha Farmers Problem

સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો

આમ તો દાડમનું વાવેતર મહેનત વાળુ હોય છે. તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે છે. જેથી ખેડુતો દાડમનું વાવેતર બંધ કરી રહ્યા છે. આ વર્ષે શરૂઆતના સમયમાં ખેડૂતોએ કટકા કલમથી વાવેતર કર્યું હતું. તેના કારણે સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો છે. સાથે સાથે દાડમનુ નવુ વાવેતર પણ વધુ છે.

અન્ય પાકોને ખેડૂતો વધુ પ્રાધાન્ય આપી રહ્યા

Sabarkantha Farmers Problem

જોકે સાબરકાંઠા જિલ્લાની સમાન ઈડર તાલુકાના ખેડૂતો પણ દાડમની ખેતી તરફ વળ્યા છે. તેના કારણે દર વર્ષે ઈડર તાલુકા સહિત ઉત્તર ગુજરાતના અન્ય તાલુકામાં ખેડૂતો દાડમની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે. પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોસમી ફેરફારોના કારણે આ વર્ષે ખેડૂતો દાડમની ખેતી છોડી અન્ય પાકની ખેતીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે.

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો: Mehsana district court: ટ્રેકટર માટે લીધેલી લોન ભરપાઈ ન કરનાર ખેડબ્રહ્માના મહિલાને દોઢ વર્ષની સજા

Tags :
Farmers ProblemfarmingGujaratGujaratFirstMonsoonPomegranatePomegranate FarmingSabarkanthaSabarkantha Farmers ProblemWeather
Next Article