Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પદાધિકારીઓને વિકાસ કામો માટે સરકારની વિવિધ યોજનાઓમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે મળે છે.
sabarkantha   જિ  પં  નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ
Advertisement
  1. રાજ્યમાં સરકારી ગ્રાન્ટ પર પદાધિકારીઓને લીલા લહેર! (Sabarkantha)
  2. જિલ્લા પંચાયતનાં મહિલા સદસ્ય એ ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાની આશંકા
  3. મામલો સામે આવતા સંલગ્ન વિભાગના અધિકારીઓએ તપાસનો આદેશ કર્યો

Sabarkantha : સામાન્ય રીતે લોકશાહી દેશમાં અનેક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાઈ આવતા પદાધિકારીઓને વિકાસ કામો માટે સરકારની વિવિધ યોજનાઓમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે મળે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયતનાં તલોદ (Talod) તાલુકાની બેઠકનાં એક મહિલા સદસ્ય એ વિકાસ કામોની ગ્રાન્ટમાંથી પોતાનો અંગત સ્વાર્થ સિદ્ધ કરવાનાં ઈરાદાથી પોતાનું મકાન ગામતળમાં ન હોવા છતાં પોતાનાં ઘર આગળ પેવર બ્લોક લાગવી દીધા હોવાની માહિતી તાજેતરમાં પ્રસિધ્ધ થઈ છે, જેને લઈને સંલગ્ન વિભાગનાં અધિકારીઓએ હરકતમાં આવીને તપાસ કરવા હુકમ કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

Advertisement

BJP મહિલા સદસ્ય એ ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાની આશંકા

આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લા (Sabarkantha) પંચાયતનાં તલોદ તાલુકાની એક બેઠક પર ભાજપનાં (BJP) મહિલા સદસ્ય ચૂંટાયા બાદ તેણી એ સરકારની એટીવીટી ગ્રાન્ટની રકમ ગામનાં વિકાસ માટે વાપરવાને બદલે પોતાનાં ઘર આગળ પેવર બ્લોક નાખવામાં વાપરી નાખી છે. તેમ છતાં, અધિકારીઓએ યોગ્ય તપાસ કર્યા વગર ગ્રાન્ટનાં (Government Grant) નાણા ચૂકવી દીધા હોવાની માહિતી મળ્યા બાદ એક જાગૃત નાગરિકે તપાસ કરવાનાં આશયથી તલોદનાં TDO ને લેખિતમાં રજૂઆત કરી છે.

Advertisement

આ પણ વાંચો - Gondal Bandh : પટેલ સમાજનાં સગીરને માર મારવાનો મામલો, જયેશ રાદડિયાનું મોટું નિવેદન

તપાસ કરવા SO ને આદેશ, 15 દિવસમાં જવાબ રજૂ કરવા તાકીદ

જાગૃત નાગરિકેની આ ફરિયાદ બાદ તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે તપાસ કરવા માટે SO ને આદેશ આપ્યો છે અને 15 દિવસમાં જવાબ રજૂ કરવા તાકીદ કરી છે, જેથી હવે તપાસને અંતે તંત્ર ખોટી રીતે નાખવામાં આવેલ પેવર બ્લોકને દૂર કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. સાથે જ સરકારી ગ્રાન્ટને પોતાનાં અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરનારા ભાજપનાં મહિલા સદસ્ય સામે શું કાર્યવાહી થશે તેનાં પર સૌની નજર છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Mega Demolition : લુખ્ખા તત્વો સામે પોલીસની કામગીરી અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઊઠાવ્યા સવાલ

Tags :
Advertisement

Trending News

.

×