Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : પ્રાંતિજની મદરેસામાંથી ભાગેલા 8 બાળકો મામલે 3 શકમંદોની ધરપકડ

તપાસ દરમિયાન બાળકોને માર મારી પગે તથા શરીરનાં અન્ય ભાગો પર થયેલી ઈજાને ધ્યાનમાં રાખીને પોલીસ પોકસો અંતર્ગત ફરિયાદ નોંધી શકે છે.
sabarkantha   પ્રાંતિજની મદરેસામાંથી ભાગેલા 8 બાળકો મામલે 3 શકમંદોની ધરપકડ
Advertisement
  1. મદરેસામાં માસૂમો પર અત્યાચારનો મામલો (Sabarkantha)
  2. પોલીસે 3 મૌલવીઓ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી
  3. રવિવારે રાત્રે અંજાદે 8 બાળકો મદરેસામાંથી ભાગી ગયા હતા
  4. ભાગેલાં બાળકો ચાલતા-ચાલતા તલોદ પહોંચ્યા હતા
  5. હિંમતનગર રેલવે સ્ટેશન પર GRP-RPF ની ટીમે પૂછપરછ કરી હતી

Sabarkantha : સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજમાં (Prantij) આવેલ જામિયા દારુલ અહેસાન વકફ મદરેસામાં રહીને ભણતા બાળકો પૈકી 8 બાળકો બે દિવસ અગાઉ મોડી રાતે મદરેસામાંથી ભાગીને હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં રેલવે પોલીસે તેમની પૂછપરછ કરતા મૌલવી તથા મુતવલ્લીઓ દ્વારા મદરેસાના ત્રીજા માળે આવેલ રૂમોમાં ગોધી રાખી માર મારવામાં આવતો હોવાથી ભાગી છૂટ્યા હોવાનું બાળકોએ જણાવ્યું હતું. આ મામલે પોલીસે મદરેસાનાં (Madrasa) ત્રણ મૌલવી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ધરપકડ કરી છે. તપાસ દરમિયાન બાળકોને માર મારી પગે તથા શરીરનાં અન્ય ભાગો પર થયેલી ઈજાને ધ્યાનમાં રાખીને કદાચ પોલીસ પોકસો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરી શકે છે. જો કે, પોલીસે 6 બાળકોની મેડિકલ તપાસ કર્યા બાદ તેમને હિંમતનગરનાં (Himmatnagar) ચિલ્ડ્રન હોમમાં મોકલી દીધા છે.

આ પણ વાંચો - Sabarkantha : પ્રાંતિજનાં મદરેસામાંથી 8 પરપ્રાંતિય બાળકો મોડી રાતે કેમ ભાગ્યા ? વાંચો સમગ્ર અહેવાલ

Advertisement

Advertisement

પ્રાંતિજના મદરેસામાં બાળકો સાથે મારપીટનો આરોપ!

આ અંગેની વિગત એવી છે કે રવિવારે રાત્રે સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) પ્રાંતિજનાં સિનેમા રોડ પર ત્રણ માળની ઈમારતમાં મદરેસા ચાલે છે, જયાં 8 બાળકો માર અને ધાક ધમકીને કારણે ભાગી ગયા હતા અને સોમવારે હિંમતનગર રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત રેલવે પોલીસને મળી આવ્યા હતા. ત્યારબાદ આ બાળકોનાં મેડિકલ ટેસ્ટ કરાવાયા હતા. એક બાળકને સાથળમાં તથા પગની પેડીમાં ચીટકીઓ ભરી લોહી જામ થઈ જાય તેવી હીન પ્રવૃત્તિ કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. દરમિયાન ગુજરાત રેલવે પોલીસે સમગ્ર ઘટના અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરી વર્ધી લખાવી હતી. જે આધારે સોમવારે સાંજનાં સુમારે પ્રાંતિજ પોલીસે હિંમતનગર આવી ગુજરાત રેલવે પોલીસ (Gujarat Railway Police) પાસેથી બાળકોનો કબ્જો લીધો હતો અને બાળકોની સલામતી માટે 6 બાળકોને હિંમતનગરના ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો - Gujarat BJP : શહેર-જિલ્લા ભાજપનાં નવા પ્રમુખોની જાહેરાત, જાણો કોના નામ પર લાગી મહોર ?

પોલીસે 3 મૌલવીઓની ધરપકડ કરી

તો બીજી તરફ મદરેસામાં ભણતા મોહંમદ રોહિત સજરૂલ ભાંટ (રહે. જગદીશપુરા, જિ. કટીહાર, બિહાર) એ મૌલવી મુફતી યુસુફ, મૌલવી મોહમંદ અનસ મેમણ અને મૌલવી મોહંમદ ફહદ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં (Prantij Police Station) ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પ્રાંતિજ પોલીસે આ ત્રણેયની અટકાયત કરી લીધી હતી અને તેમની વધુ પૂછપરછ શરૂ કરી છે.

8 માંથી 6 બાળકોને હિંમતનગર ચિલ્ડ્રન હોમમાં મોકલ્યા

ફરિયાદમાં જણાવાયા મુજબ, મૌલવી મુફ્તી યુસુફ, મૌલવી મહંમદ અનસ મેમણ અને મૌલવી મહંમદ ફહદ બિહારનાં આ બાળકોને શબક (ધાર્મિક શિક્ષણ) માં ભૂલ થવા પર કે મજાક-મસ્તી કરવા પર સોટી, જાડા વાયર અને પ્લાસ્ટિકની પાઈપથી મારતા હતા. બાળકોને મદરેસાની બહાર જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. પોલીસે 8 માંથી 6 બાળકોને હિંમતનગર ચિલ્ડ્રન હોમમાં મોકલ્યા છે. એક બાળક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં (Himmatnagar Civil Hospital) સારવાર હેઠળ છે અને તેની સાથે તેના ગામનો એક બાળક રહ્યો છે. જો કે, હાલ તો પોલીસે જે ત્રણેય શકમંદોની અટકાયત કરી છે તે પછી મેડિકલ રિપોર્ટ અનુસાર થયેલી ઈજા અંગે પૂછપરછ કરાશે. હવે, જોવાનું એ રહે છે કે સમગ્ર મામલે પોલીસ દબાણ વશ થઈને છટકબારીનો ઉપયોગ કરશે કે પછી કડક કાર્યવાહી કરશે!

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Valsad: વાપીની કંપનીમાં ધમકી ભર્યો મેસેજ કરવા મામલો, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો

Tags :
Advertisement

.

×