Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha: ટેકાના ભાવે બાજરી વેચવા 1450 ખેડુતોએ કરાવી નોંધણી, આ વર્ષે 30 રૂપિયાનો વધાર્યો

Sabarkantha: રાજય સરકાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળું બાજરીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે આ વર્ષે ટેકાનાભાવે બાજરી વેચવા માટે જિલ્લાના અંદાજે 1450 ખેડુતોએ નોંધણી કરાવ્યા બાદ જિલ્લાના વિવિધ ખરીદ કેન્દ્રો પર પુરવઠા વિભાગ દ્વારા...
04:16 PM Jun 06, 2024 IST | VIMAL PRAJAPATI
Sabarkantha

Sabarkantha: રાજય સરકાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળું બાજરીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે આ વર્ષે ટેકાનાભાવે બાજરી વેચવા માટે જિલ્લાના અંદાજે 1450 ખેડુતોએ નોંધણી કરાવ્યા બાદ જિલ્લાના વિવિધ ખરીદ કેન્દ્રો પર પુરવઠા વિભાગ દ્વારા જાણ કરીને ખેડુતોને બોલાવાઈ રહયા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સરકારે બાજરીના ટેકાનાભાવમાં પ્રતિ 20 કિલો દિઠ રૂ.30 નો વધારો કરાયો છે.

જિલ્લામાં માન્ય ખરીદ કેન્દ્રોમાં બાજરીની ખરીદી શરૂ

આ અંગેની વિગત એવી છે કે માથે ચોમાસુ ભમી રહ્યુ છે ત્યારે સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં આગોતર વાવેતર કરાયેલ ઉનાળું બાજરી પાકીને તૈયાર થઈ ગઈ છે. દરમિયાન રાજય સરકારે ગત વર્ષની જેમન આ વર્ષે પણ હતો. ત્યારબાદ બાજરી વેચવા માંગતા ખેડુતોને નોંધણી કરાવવા માટે જણાવાયું હતુ.

જિલ્લામાં માન્ય ખરીદ કેન્દ્રોમાં બાજરીની ખરીદી શરૂ

જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે અંદાજે 1450 ખેડુતોએ નોંધાણી કરાવી હતી. ત્યારબાદ Sabarkantha જિલ્લામાં માન્ય ખરીદ કેન્દ્રોમાં બાજરીની ખરીદી શરૂ કરાઈ છે. જોકે કેટલાક ખરીદ કેન્દ્રો પર ખેડુતોની અપેક્ષા કરતાં ઓછા ખેડુતોને બોલાવાતા હોવાનું માનીને ખેડુતોએ તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. ગત વર્ષે સરકારે ખરીદ કેન્દ્રો મારફતે ઉનાળુ બાજરીની ખરીદી પ્રતિ 20 કિલોના રૂ.530 ના ભાવે ખરીદી હતી. જેની સામે આ વર્ષે સરકારે બાજરીના ટેકાનાભાવમાં વધારો કર્યો છે. જે અંતર્ગત આ વર્ષે ખેડુતો પાસેથી અંદાજે રૂ.560 પ્રતિ 20 કિલોના ભાવે બાજરીની ખરીદી કરાઈ રહી છે.

ખરીદી કયાં સુધી ચાલુ રહેશે?

આ સાથે બીજી તરફ ખુલ્લા બજારમાં બાજરીનો ભાવ પ્રતિ 20 કિલોના અંદાજે રૂા.440 થી 500 ના ભાવે વેપારીઓ ખરીદી રહયા છે. પુરવઠા વિભાગ દ્વારા ખરીદ કેન્દ્રો મારફતે ખેડુતો પાસેથી લેવામાં આવતી બાજરીને પેક કર્યા પછી તેનું વજન કરવામાં આવે છે અને તેના નાણાં ખેડુતોને તેમના બેંક ખાતા મારફતે ચુકવાય છે. જેના લીધે ખેડુતોને ખાસ કોઈ મુશ્કેલી વેઠવી પડતી નથી. પુરવઠા વિભાગ દ્વારા ટેકાનાભાવે બાજરીની ખરીદીની શરૂઆત લગભગ ૧પ મેથી શરૂ કરાઈ હતી જે તારીખ 15 જુલાઈ સુધી ચાલુ રહે છે. એક અંદાજ અત્યાર સુધીમાં 88 ખેડુતો પાસેથી બાજરીની ખરીદી કરાઈ હોવાનું પુરવઠા મેનેજર વિજયભાઈ પટેલનું કહેવું છે.

અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: VADODARA : બ્યુટિફિકેશન થયેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત

આ પણ વાંચો:  Jamnagar : GG હોસ્પિટલમાં રિક્ષા સાથે ઘૂસ્યો ડ્રાઇવર, દર્દી-સ્ટાફનો જીવ તાળવે ચોંટ્યો! જુઓ Video

આ પણ વાંચો:  VADODARA : રેલવે સ્ટેશન પર પોલીસ અને બોમ્બ સ્કવોડનું આકસ્મિક ચેકીંગ

Tags :
Gujarati NewsLocal Gujarati Newsminimum support priceMinimum Support Price MilletMinimum Support Price NewsMinimum Support Price UpdateSabarkanthaSabarkantha Latest NewsSabarkantha NewsVimal Prajapati
Next Article