ગોંડલ શહેર માં રૂરલ LCB એ સિંઘમ સ્ટાઇલમાં દારૂનું કન્ટેનર ઝડપી પાડ્યું
અહેવાલ-વિશ્વાસ ભજાણી ,ગોંડલ
ગોંડલમાં SMC ના બે દરોડામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ LCB બ્રાન્ચે ગોંડલ પાંજરાપોળ પાસે વિદેશી દારૂ ભરેલ કન્ટેનર માં જથ્થો ઝડપી પાડી હેટ્રિક કરી છે. ગોંડલ તાલુકા પોલીસે શહેર ના વોરા કોટડા રોડ પર એક દિવસ પહેલા જ એક કરોડ થી વધુ કિંમત ની વિદેશી દારૂ ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે ફરી આશરે 36 કલાક બાદ રાજકોટ રૂરલ LCB બ્રાન્ચે પાંજરાપોળ પાસે ફિલ્મી સ્ટાઇલમાં વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
રૂરલ LCB બ્રાન્ચે 24 લાખ નો મુદામાલ ઝડપી પાડ્યો
SMC ની ટીમ દ્વારા ગોંડલ પંથકમાં ઉપરા ઉપરી વિદેશી દારૂના બે દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધા બાદ આઈજી એ શખત વલણ દાખવી કેટલાક પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખી હતી ત્યારબાદ સ્થાનિક પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હોય આ દરમિયાન રાજકોટ રૂરલ LCB બ્રાન્ચ ના PI વી.વી.ઓડેદરા, PSI એચ.સી.ગોહિલ, અને સ્ટાફ ની ખાનગી બાતમી ના આધારે ગોંડલ ના પાંજરાપોળ પાસે CH 01 TB 7059 નંબરના કન્ટેનરોને ફિલ્મી સ્ટાઇલમાં આંતરિ તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની જથ્થો હોવાનું માલુમ પડતા ભરૂડી LCB પોલીસ મથકે લઈ ગયા હતા
જ્યાં ગણતરી કરવાની શરૂ કરતાં 312 પેટી વિદેશી દારૂ હોવાનું બહાર આવ્યું હતું કન્ટેનરના ચાલક રમેશકુમાર બલવીરસિંહ જાટ (રહે.નલવા રાજ્ય હરિયાણા), ક્લીનર હિતેશ મનસુખભાઇ ગાબુ (રહે.અજમેર, વીંછીયા તાલુકો, રાજકોટ જિલ્લો) વાળા ને 5472 વિદેશી દારૂ ની બોટલ કિંમત 13,79,040 એક ટ્રક કિંમત 10,00,000 ત્રણ મોબાઈલ કિંમત 30.000 સાથે કુલ મુદામાલ 24,14,040 રૂપિયા ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ગોંડલ અને ચોટીલા ના શખ્સે દારૂ મંગાવ્યો હતો
પકડાયેલા બન્ને શખ્સોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરતા દારૂ ગોંડલ મહાકાળી નગર માં રહેતા ભરત ભીખા જાદવ અને ચોટીલા માં રહેતો હિતેશ સામત ધોરીયા વાળા એ દારૂ મંગાવ્યો હતો. હરિયાણા થી પંડિત નામના વ્યક્તિએ દારૂ ભરી આપ્યો હતો અને રાજસ્થાન નો મુકેશ નામનો વ્યક્તિ દારૂ ની સપ્લાય કરતો હતો રાજકોટ રૂરલ LCB બ્રાન્ચ ના PI વી.વી.ઓડેદરા, PSI એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, ASI મહેશભાઈ જાની, HC મહિપાલસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, અનિલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બોહરા, દિગ્વિજયસિંહ રાઠોડ, પો.કો. ઘનશ્યામસિંહ જાડેજા, રસિકભાઈ જમોડ, ભાવેશભાઈ મકવાણા, અનિરુદ્ધસિંહ જાડેજા, રજાકભાઈ બીલખિયા, દિલીપસિંહ જાડેજા સહિત ના દ્વારા કામગીરી કરવામાં આવી હતી
આ પણ વાંચો -તથ્ય વિરુદ્ધ 5 હજાર પાનની ચાર્જશીટ તૈયાર, 50થી વધારે લોકોના લેવાયા નિવેદન