Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Godhra : સામાન્ય સભામાં વિરોધ વચ્ચે 6 ગ્રામ પંચાયતનો ગોધરા નગરપાલિકામાં સમાવેશનો ઠરાવ

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરા નગરપાલિકાની ત્રિ માસિક સામાન્ય સભામાં ગોધરા શહેરને અડીને આવેલી છ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવા અંગેનો ઠરાવ કરતો મુદ્દો વિરોધ વચ્ચે શાસક પક્ષ દ્વારા બહુમતી સાથે મંજુર કરી દેવાયો છે.એજન્ડાના  એક થી ચોત્રીસ મુદ્દા સર્વાનુમતે...
godhra   સામાન્ય સભામાં વિરોધ વચ્ચે 6 ગ્રામ પંચાયતનો ગોધરા નગરપાલિકામાં સમાવેશનો ઠરાવ
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
ગોધરા નગરપાલિકાની ત્રિ માસિક સામાન્ય સભામાં ગોધરા શહેરને અડીને આવેલી છ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવા અંગેનો ઠરાવ કરતો મુદ્દો વિરોધ વચ્ચે શાસક પક્ષ દ્વારા બહુમતી સાથે મંજુર કરી દેવાયો છે.એજન્ડાના  એક થી ચોત્રીસ મુદ્દા સર્વાનુમતે મંજુર થતાં જ વિરોધપક્ષ સદસ્યો વિરોધ કરતાં રહ્યા અને સભા ગણતરીની મિનિટોમાં સમેટી શાસક પક્ષના સદસ્યો સભાખંડ માંથી ઉભા થઇ ગયા હતા.
વિરોધ વચ્ચે પણ બહુમતીના જોરે છ ગ્રામ પંચાયતનો ગોધરા નગરપાલિકામાં સમાવેશ કરતો ઠરાવ
ગોધરા નગરપાલિકા ની ત્રિમાસિક સામાન્ય સભા આજે નગરપાલિકા કોન્ફરસ હોલમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, મુખ્ય ઓફિસર અને સદસ્યોની ઉપસ્થિતીમાં મળી હતી.આજની સામાન્ય સભામાં એજન્ડામાં વિકાસ કામો,ગત સભાની કાર્યસૂચિને બહાલી આપી મંજુર કરવા ઉપરાંત ગોધરા શહેર ફરતે આવેલી છ ગ્રામ પંચાયતનો ગોધરા નગરપાલિકામાં સમાવેશ કરવા મળી કુલ 35 મુદ્દાનો સમાવેશ કરાયો હતો. જોકે સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિરોધપક્ષના સભ્યોની સદસ્યોની સર્વાનુમતે મંજૂરી વચ્ચે 1 થી 34 મુદ્દા મંજુર કરવામાં આવ્યા હતા.દરમિયાન પાલિકાના કેટલાક સદસ્યોએ એજન્ડાના 35 માં મુદ્દાનો વિરોધ કરતો સુર ઉઠાવ્યો હતો પરંતુ શાસક પક્ષના સદસ્યોએ ભારત માતા કી જય ના જયઘોષ સાથે મંજુર મંજુર બોલી  સભાખંડમાંથી ઉભા થઇ ગયા હતા. જોકે  વિરોધ વચ્ચે પણ બહુમતીના જોરે સાશક પક્ષ દ્વારા છ ગ્રામ પંચાયતનો ગોધરા નગરપાલિકામાં સમાવેશ કરતો ઠરાવ કરી દેવાયો છે.
3 ન.પા નો વહિવટ પણ યોગ્ય રીતે થતો નથી
ગોધરા શહેરમાં હાલ ત્રણ નગરપાલિકાનો સમાવેશ કરાયો છે જેનો વહીવટ પણ આર્થિક ભારણમાંથી પસાર થતી નગરપાલિકા યોગ્ય રીતે કરી શકતી નથી .બીજી તરફ આ મુદ્દો હજી કાયદાકીય ગૂંચ વચ્ચે અટવાયેલો છે .આ સંજોગોમાં 6 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવે તો નગરપાલિકાના વહીવટને ખૂબ જ ભારણ વધી જતાં નાગરિકોને પૂરતી સુવિદ્યા મળી શકે નહીં.ગ્રામ પંચાયત હાલ તેઓની રીતે વહીવટી કરી રહ્યા છે જે યોગ્ય છે. આ મુદ્દા ઓ સાથે વિરોધ કરાયો છે.
Advertisement
Tags :
Advertisement

.