Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tirupati Balaji Temple: ‘ક્યારેય બાલાજી મંદિરમાં Ghee સપ્લાય નથી કર્યું’ અમુલે કરી સ્પષ્ટતા

અમુલની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે ક્યારેય પણ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ માટે ઘી સપ્લાય નથી કર્યુંઃ અમુલ અમુલના સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી Tirupati Balaji Temple: દક્ષિણ ભારતના વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple)માં પ્રસાદનો...
02:22 PM Sep 21, 2024 IST | VIMAL PRAJAPATI
Tirupati balaji temple - Amul Ghee
  1. અમુલની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે
  2. ક્યારેય પણ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ માટે ઘી સપ્લાય નથી કર્યુંઃ અમુલ
  3. અમુલના સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી

Tirupati Balaji Temple: દક્ષિણ ભારતના વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple)માં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રસાદ માટે અમૂલમાંથી ઘી સપ્લાય કરવામાં આવતો હોવાના સમાચાર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમુલ દ્વારા અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં x હેન્ડલ પર અમુલને પ્રતિષ્ઠા ખરડયએ પ્રકારે સમાચાર ફેલાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Tirupati Balaji લડ્ડુ પ્રસાદના વિવાદમાં મંદિર ટ્રસ્ટની મહત્વની જાહેરાત

કુલ સાત જેટલા x હેન્ડલ સામે નોંધાઈ ફરિયાદ

હાલમાં જ તિરૂપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદ માટે કેટલીક વાંધાજનક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આરોપ લાગ્યો હતો જે બાદ માત્ર દક્ષિણ ભારતની પરંતુ દેશભરમાં આમને રોષનું માહોલ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવેલી છે આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે આખા પ્રકરણમાં અમુલને ઘસેડી લાવવા બાબતે ફરિયાદ દાખલ થઈ છે. કુલ સાત જેટલા x હેન્ડલ પર અમુલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે અને દ્રેષ ભાવનાની લાગણી ઉદ્ભવે એ પ્રકારે પોસ્ટ મૂકવામાં આવી હતી.

આ પણ વાંચો: Rajkot: BJP ના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ થયા અભદ્ર વીડિયો, કોણે શેર કરી આ પોસ્ટ?

અમુલની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ થયો

આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દક્ષિણ ભારતની સૌથી મોટી નંદિની ડેરી દ્વારા ઘી સપ્લાય કરવામાં આવતું અને બાદમાં અમૂલને તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેથી અમુલ દ્વારા આ બાબતે અગાઉ સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે ક્યારેય પણ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ માટે ઘી સપ્લાય નથી કરવામાં આવ્યુ. અમુલના સત્તાધીશો ને ધ્યાને આવ્યું હતું કે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ,જેમાં SPIRIT OF કોંગ્રેસ, બંજારા 1991, ચંદન એઆઈપીસી,સેક્યુલર બેંગાલી, rahul_1700, પ્રોફાપીએમ, પદ્મજા સહિતના એકાઉન્ટ દ્વારા X પર તિરૂપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશમાં લાડુ બનાવવામાં વપરાયેલ એનિમલ ફેટ વાળું ઘી અમૂલનું હોય તેવા પ્રકારની અલગ અલગ પોસ્ટ મૂકવામાં આવી હતી. ફરિયાદ બાદ સાઈબર ક્રાઇમ દ્વારા 7 જેટલા x હેન્ડલ ચલાવતા લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: અજાણી લિંક આવે તો ચેતજો! PMJY ની લિંક ખોલતા ચાર પશુપાલકોએ 3.84 લાખ રૂપિયા ગુમાવ્યા

Tags :
AmulAmul GheeAmul Ghee in Balaji TempleGujaratGujarati NewsTIRUPATI BALAJI TEMPLETirupati balaji temple LadduTirupati balaji temple Laddu NewsVimal Prajapati
Next Article