Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal : રાજમાતાની હાજરીમાં યોજાયેલા રાસોત્સવમાં બાળાઓ એ તલવાર રાસ રજૂ કર્યો

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ પ્રજા વત્સલ્ય મહારાજા સર ભગવતસિહનો શિક્ષણ પ્રેમ જ્યાં ધબકી રહ્યો છે તે રાજવી પરીવાર દ્વારા સ્થાપિત અને સંચાલીત ગોંડલ શહેરની ગૌરવંતી સંસ્થા મહારાણી શ્રી રાજકુવરબા કન્યા વિદ્યાલય ખાતે રાજમાતા કુમુદકુમારી સાહેબની નિશ્રામાં શુક્રવાર રાત્રે રાસોત્સવ ઉજવાયો હતો.જેમાં...
05:22 PM Oct 21, 2023 IST | Vipul Pandya

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ

પ્રજા વત્સલ્ય મહારાજા સર ભગવતસિહનો શિક્ષણ પ્રેમ જ્યાં ધબકી રહ્યો છે તે રાજવી પરીવાર દ્વારા સ્થાપિત અને સંચાલીત ગોંડલ શહેરની ગૌરવંતી સંસ્થા મહારાણી શ્રી રાજકુવરબા કન્યા વિદ્યાલય ખાતે રાજમાતા કુમુદકુમારી સાહેબની નિશ્રામાં શુક્રવાર રાત્રે રાસોત્સવ ઉજવાયો હતો.જેમાં બાળાઓ દ્વારા પ્રાચીન ગરબાની રમઝટ સાથે તલવારનો અદભુત શોર્ય રાસ રજુ કરી નવલા નોરતાની રાત રઢીયાળી બનાવી હતી.

77 વર્ષ થી નવરાત્રીમાં પ્રાચીન રાસોત્સવનું આયોજન

મહારાણી રાજકુંવરબા રાજપુત કન્યા વિદ્યાલયની સ્થાપના સને ૧૯૪૫માં કરવામા આવી હતી.હાલ આ સંસ્થા રાજમાતા કુમુદકુમારીજી ની નિશ્રામાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરી રહીછે. આ વિદ્યાલયમાં હાલ ૭૦૦ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. અહી હોસ્ટેલ પણ કાયૅરત છે.જેમા કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતની રાજપૂત કન્યાઓ અભ્યાસ કરે છે. વિદ્યાલયમાં છેલ્લા 77 વર્ષ થી નવરાત્રી પર્વમાં પ્રાચીન રાસોત્સવનું આયોજન થતું રહ્યું છે.

મહાનુભાવો રહ્યા હાજર

યોજાયેલા રાસોત્સવમાં વતૅમાન રાજવી હિમાંશુસિહજી,રાજમાતા કુમુદકુમારીજી, ઢાંક દરબાર શીવરાજસિહજી મહારાણી ભારતીબા, જસદણ દરબાર સત્યજીતસિહજી મહારાણીઅલૌકિકાદેવી,લંડન નિવાસી ડો.અંશદેવ પટેલ, વિક્રમસિંહ જાડેજા, મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ આશિષભાઈ દોશી,રાજસ્થાનથી રણબીરસિહ રાઠોડ,જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ,યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા,ભુવનેશ્વરી પીઠ નાં ડો.રવિદર્શનજી, પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા,કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીસિહ જાડેજા,શહેર તાલુકા ક્ષત્રીય યુવક મંડળ ન સદસ્યો,રાજપુત મહીલા મંડળના બહેનો સહીત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજવી હિમાંશુસાહજીના હસ્તે બાળાઓ ને પ્રસાદી રુપે લ્હાણી વિતરણ કરાઇ હતી.

આ પણ વાંચો---HEART ATTACK : રાજ્યમાં નવરાત્રીના માહોલ વચ્ચે 24 કલાકમાં 12 વ્યક્તિના મોત

Tags :
GondalNavaratriNAVARATRI MAHOTSAVRasotsav
Next Article