Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: કામરેજ ખાતે આવેલ SRP કેમ્પમાં રક્ષક કો રાખી કાર્યક્રમનું આયોજન

અહેવાલ--ઉદય જાદવ, સુરત સુરત(Surat)ના કામરેજ ખાતે આવેલ SRP કેમ્પમાં રક્ષક કો રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,આ આયોજન વિહોતર વિકાસ મંચની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વી ઉજવણી કરવામાં આવી હતી,યોજાયેલા કાર્યક્રમમાં મહિલા IPS ઉષા...
surat  કામરેજ ખાતે આવેલ srp કેમ્પમાં રક્ષક કો રાખી કાર્યક્રમનું આયોજન
અહેવાલ--ઉદય જાદવ, સુરત
સુરત(Surat)ના કામરેજ ખાતે આવેલ SRP કેમ્પમાં રક્ષક કો રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,આ આયોજન વિહોતર વિકાસ મંચની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વી ઉજવણી કરવામાં આવી હતી,યોજાયેલા કાર્યક્રમમાં મહિલા IPS ઉષા રાડા પણ હાજર રહ્યા હતા.
માલધારી સમાજની 50 બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી
ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન,રક્ષાબંધન ના પર્વને હવે બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કામરેજ ખાતે વિહોતર વિકાસ મંચની મહિલાઓ દ્વારા SRP કેમ્પ ખાતે રક્ષક કો રાખી કાર્યક્રમનું આયોજન કરાયું હતું,જેમાં માલધારી સમાજની ૫૦ જેટલી બહેનો દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ જવાનો નાગરિકોની રક્ષા માટે તમામ તહેવારો ભૂલી જતાં હોય છે ત્યારે આવા ભાઈઓની રક્ષા માટે માલધારી સમાજની બહેનો દ્વારા કામરેજના વાવ SRP કેમ્પ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં SRP કેમ્પમાં ફરજ બજાવતા જવાનોને માલધારી સમાજની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. પોલીસ જવાનોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા IPS ઉષા રાડા પણ હાજર રહ્યા હતા.
રક્ષાબંધનના પર્વથી વંચીત ન રહી જાય તે માટે કાર્યક્રમ
પોલીસ જવાનો નાગરિકોની સુરક્ષા માટે તમામ તહેવારો ભૂલી જતા હોય છે ત્યારે થોડા દિવસોમાં જ ભાઈ બહેનનો પવિત્ર ગણાવતો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પોલીસ જવાનો રક્ષાબંધનના પર્વથી વંચીત ન રહી જાય તે માટે વિહોતર વિકાસ મંચની બહેનો દ્વારા રક્ષક કો રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી તેમની રક્ષા માટે ભગવાનને પ્રાથના કરી હતી.
Advertisement
Advertisement

.