Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAKOT : ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીને ૧૮૧ અભયમ ટીમે સલામત પરિવારને સોંપી

અહેવાલ - રહીમ લખાણી, રાજકોટ  રાજકોટમાં રાજ્ય સરકારની અભયમ ટીમ મહિલાઓને મદદ માટે હંમેશા તત્પર રહે છે. નવરાત્રીના અવસરે પણ કિશોરીઓ અને યુવતીઓની સલામતી માટે રાજકોટની અભયમ ટીમ કાર્યરત છે. રાજકોટમાં નવરાત્રીના સમયગાળામાં ઘરેથી કોઇને જાણ કર્યા વગર નીકળી ગયેલ...
rakot   ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીને ૧૮૧ અભયમ ટીમે સલામત પરિવારને સોંપી

અહેવાલ - રહીમ લખાણી, રાજકોટ 

Advertisement

રાજકોટમાં રાજ્ય સરકારની અભયમ ટીમ મહિલાઓને મદદ માટે હંમેશા તત્પર રહે છે. નવરાત્રીના અવસરે પણ કિશોરીઓ અને યુવતીઓની સલામતી માટે રાજકોટની અભયમ ટીમ કાર્યરત છે. રાજકોટમાં નવરાત્રીના સમયગાળામાં ઘરેથી કોઇને જાણ કર્યા વગર નીકળી ગયેલ કિશોરીને અભયમ ટીમે સુરક્ષિત પરિવાર પાસે પહોંચાડી છે. તા.20 /10 /2023 ના મોડી રાત્રિના 2 વાગ્યાની આસપાસ એક જાગૃત મહિલા દ્વારા 181 અભયમમાં ફોન કરી જણાવ્યું હતું કે, એક 16 વર્ષની કિશોરી તેમની બહેનપણી સાથે અમદાવાદથી અહીં આવેલ હતી, જે બહેનપણી કિશોરીને એકલા મૂકીને જતી રહેલ છે.

181 ટીમને જાણ થતા જ કાઉન્સિલર વૈશાલીબેન તથા કોન્સ્ટેબલ પૂજાબેન તથા પાયલોટ સન્નીભાઈ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. કિશોરી ખૂબ ગભરાયેલી હતી. ફોન કરનાર મહિલાએ ટીમને જણાવ્યું હતું કે કિશોરીની પાછળ બે ત્રણ યુવકો આવતા હતા. તેથી કિશોરીની મદદ માટે 181 ટીમને તેમણે બોલાવ્યા હતા. કિશોરીના કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, કિશોરી રાજકોટમાં તેના પરિવાર સાથે જ રહે છે. પરિવારમાં ભાઈ તથા બે બહેનો છે, અને કિશોરીએ તેમની માતા પાસે જીદ કરેલી કે તે નવરાત્રીમાં ગરબી જોવા જવા માંગે છે, પરંતુ કિશોરીની માતાએ મનાઈ કરી કહેલું કે તેઓ મજૂરી કામ પરથી આવીને થાકી ગયેલ છે. પરંતુ કિશોરીની અન્ય બહેનપણીઓએ આ બાબતમાં કિશોરીને ચીડવી હતી, તેથી કિશોરી ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઈ હતી.

Advertisement

અભયમ ટીમે કિશોરી પાસેથી તેમના પિતાના મોબાઈલ નંબર મેળવી તેના પિતા સાથે મોબાઇલ મારફતે વાત કરી સ્થિતિ જણાવી, કિશોરીની વાત તેમના પિતા સાથે કરાવી હતી. ટીમે કિશોરીને રાત્રે ઘરેથી એકલા નીકળવું તેના માટે સુરક્ષિત નથી તેમ સમજાવ્યું હતું. કાઉન્સેલિંગના અંતે કિશોરીએ ખાત્રી આપી હતી કે હવેથી તે તેમના માતાને જાણ કરીને જ ઘરની બહાર નીકળશે. અભયમ ટીમે કિશોરીએ જણાવેલા સરનામા મુજબ તેના ઘરે જઈને કિશોરીને સુરક્ષિત તેમના માતા-પિતાને સોંપી હતી. જે બદલ કિશોરીના માતા-પિતા તથા પરિવારજનોએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો -- Dussehra 2023 : ફાફડા અને જલેબીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો ભાવ વધારા પાછળનું કારણ…

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.