Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજમાતા એ વિકાસ ની વાતો કરનાર. તંત્ર ને આડે હાથ લીધુ....

અહેવાલ -દિકેશ સોલંકી, વડોદરા  ગુજરાતના સ્થાપના દિન નિમીત્તે "ટીમ વડોદરા" દ્વારા "રી-ઈમેજીંગ વડોદરા" શીર્ષક હેઠળ એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજમાતા શુભાંગિનીદેવી રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજમાતા શુભાંગિનીદેવી રાજે ગાયકવાડે વડોદરા રોડ પર ઉભા...
04:45 PM May 01, 2023 IST | Hiren Dave

અહેવાલ -દિકેશ સોલંકી, વડોદરા 

ગુજરાતના સ્થાપના દિન નિમીત્તે "ટીમ વડોદરા" દ્વારા "રી-ઈમેજીંગ વડોદરા" શીર્ષક હેઠળ એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજમાતા શુભાંગિનીદેવી રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજમાતા શુભાંગિનીદેવી રાજે ગાયકવાડે વડોદરા રોડ પર ઉભા કરાયેલા સ્કલ્પચર અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તે સાથે તેમણે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહેલા દુષિત પાણી બંધ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે વડોદરાને સુંદર વડોદરા જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં રાજમાતા શુભાંગિનીદેવી રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજમાતા શુભાંગિનીદેવી રાજે ગાયકવાડે કાગળ પર વિકાસની વાતો કરતા. તંત્ર ને આડે.હાથ લીધું હતું અને જણાવ્યું હતુ કે વડોદરા રોડ પર ઉભા કરાયેલા સ્કલ્પચર અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તે સાથે તેમણે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહેલા દુષિત પાણી બંધ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે વડોદરાને સુંદર વડોદરા જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

 

સ્કલ્પચર જોવા ગમતા નથી
રાજમાતા ના મતે હાલ ના સ્કલ્પચર જોવા ગમતા નથી રાજમાતા શુંભાગીની રાજે ગાયકવાડે શહેરના બુધ્ધિજીવીઓની ઉપસ્થિતીમાં પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, વડોદરા હેરીટેજ નગરી છે. શિક્ષણ અને આર્ટમાં આગવી ઓળખ ધરાવે છે. વર્ષો પૂર્વે જે કોઇ સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા. અને શહેરમાં મૂકવામાં આવ્યા હતા. તે આજે પણ શહેરની શોભામાં અભિવૃધ્ધી કરે છે. પરંતુ હાલમાં વડોદરાના માર્ગો ઉપર એવા સ્કલ્પચર મૂકી દેવામાં આવ્યા છે. જે જોવા ગમતા નથી. વડોદરા ખરાબ દેખાઇ રહ્યું છે. સ્કલ્પચરમાં કોઇ આર્ટ નથીરાજમાતાએ એક ઉદાહરણને ટાંકતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વર્ષો પૂર્વે નાગજીભાઇ દ્વારા વડના ઝાડનું સ્કલ્પચર બનાવ્યું હતું. જે વડોદરાની શાન સમું હતું. વડોદરામાં આવતા વીઆઇપીઓ તેમજ પર્યટકો પણ આ વડના સ્કલ્પચરને જોઇ અભિભૂત થતા હતા. પરંતુ આ વડના ઝાડના સ્કલ્પચરને દૂર કરી છાણી રોડ ઉપર લઇ જવાયું છે. જેને વડોદરાના લોકો પણ જોઇ શકતા નથી. મેં પણ જોયું નથી. વડના ઝાડનું સ્કલ્પચર એવી જગ્યાએ હોવું જોઇએ કે જ્યાં બહારથી આવતા લોકો અને વડોદરાના લોકો પણ નિહાળી શકે. પરંતુ, જે સ્કલ્પચર ગોઠવાયા છે તેમાં કોઇ આર્ટ દેખાતી નથી.

રાજમાતા એ વિશ્વામિત્રી માટે ચિંતા વ્યક્ત કરી
વધુ માં રાજમાતા એ વિશ્વામિત્રી માટે ચિંતા અને ભારે દુઃખ સાથે જણાવ્યું કે, વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના શુધ્ધિકરણની વાતો થાય છે. પરંતુ ઠોસ કામગીરી થતી નથી. અમારી સંસ્થા સોકલીન પણ વિશ્વામિત્રી નદીની થઇ ગયેલી હાલત અંગે ચિંતા કરી રહી છે. ચૂંટાયેલા શાસકો અને અધિકારીઓ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાતો કરે છે. પરંતુ તે કાગળ ઉપર સિમીત થઇ જાય છે. કોઈ પણ શહેર માંથી પસાર થતી વિશ્વામિત્રી માટે ગંભીર નથી એક સમય ની શાન સમી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા સુએઝના પાણી અને કચરો ઠાલવવાનું બંધ કરવું જોઇએ રાજમાતા એ વ્યકત કરેલા વિચારો ને પગલે કાગળ પર શહેર ના વિકાસ ની વાતો કરતા નેતાઓ અને બુદ્ધિજીવીઓ માં સોપો પડી ગયો હતો

આ પણ  વાંચો- અંબાજી મંદિરમાં લગ્ન કંકોત્રી ચઢાવનાર નવદંપતીને મા અંબાના આશીર્વાદ રૂપે શુભેચ્છા કીટ આપવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
essesGrief Over Bad MetalRulersSculpture SetVadodara
Next Article