Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જીટીયુ ખાતે 300થી વધુ તિરંગાનું સ્ટાફગણમાં વિતરણ કરાશે

હાલમાં દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યું છે. એવામાં સરકાર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ પર ઉજવણી કરાવવા માટે પ્રેરિત કરી રહી છે. દરેક ઘરે તિરંગા અભિયાનનુ આયોજન 11 ઓગષ્ટથી શરૂ થશે અને 17 ઓગષ્ટ સુધી ચાલશે. જો કે, આ અભિયાનને આ મહિનામાં લોન્ચ કરી દેવામાં આવશે. જેના લોન્ચ થયા બાદ દેશમાં દરેક ઘરે તિરંગો ફરકાવવા માટે દેશવાસીઓને પ્રેરિત કરવામાં આવશે.દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીન
જીટીયુ ખાતે 300થી વધુ તિરંગાનું સ્ટાફગણમાં વિતરણ કરાશે
હાલમાં દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યું છે. એવામાં સરકાર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ પર ઉજવણી કરાવવા માટે પ્રેરિત કરી રહી છે. દરેક ઘરે તિરંગા અભિયાનનુ આયોજન 11 ઓગષ્ટથી શરૂ થશે અને 17 ઓગષ્ટ સુધી ચાલશે. જો કે, આ અભિયાનને આ મહિનામાં લોન્ચ કરી દેવામાં આવશે. જેના લોન્ચ થયા બાદ દેશમાં દરેક ઘરે તિરંગો ફરકાવવા માટે દેશવાસીઓને પ્રેરિત કરવામાં આવશે.

Advertisement



દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન સંપાદિત “સ્વાધિનતા સંગ્રમના 75 શૂરવીરો” પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું જે  1 લાખ લોકોને આ બુક આપવામાં આવશે.  
 હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા 300થી વધુ તિરંગાનું સ્ટાફગણમાં વિતરણ કરાશે. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા મેળવવા માટે આપણા અનેક શૂરવીરોએ બલિદાન આપ્યું છે. આ પ્રકારના પુસ્તકોથી વર્તમાન પેઢી સ્વતંત્રતાના ભવ્ય ઈતિહાસ અને રાષ્ટ્ર પ્રત્યેની મૂળભૂત ફરજો બાબતે અવગત થાય છે. દેશની આઝાદી મેળવવા માટે દેશના અનેક સપૂતોએ તેમના પ્રાણ ન્યોછાવર કર્યાં છે અને રાષ્ટ્ર નિર્માણમાં જેમનો સવિશેષ ફાળો છે, એવા સરદાર ઉધમસિંહ , લાલા લજપતરાય , રાસબિહારી બોઝ , બાબાસાહેબ આંબેડકર , મંગલ પાંડે , બાળ ગંગાધર તિલક , સરોજિની નાયડુ  વગેરે જેવા 75 વિર સપૂતો અને રાષ્ટ્ર ભક્તોની જીવની અને તેમના દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં આપાયેલ યોગદાનનું “સ્વાધિનતા સંગ્રમના 75 શૂરવીરો” પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement

.