Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલની " જલસા જેલ " માં લાંચ લેતા હવાલદાર ઝડપાયો

ગોંડલ સબ જેલ આવી ફરી વિવાદમાંગોંડલ સબ જેલનું બીજું નામ જલસા જેલ વિવાદિત સબ જેલ ફરી વિવાદમાંજેલના કેદીને ટેલીફોનથી વાત કરવાની સુવિધા આપવા તથા જેલમાં હેરાનગતિ નહી કરવા માટે  મંગાયેલી લાંચ (bribe) ના છટકામાં ગોંડલ (Gondal)સબ જેલ (Jail) ના હવાલદારને એસીબી (ACB) દ્વારા ઝડપી લેવાતા બહુ વગોવાયેલી જલસા જેલ ફરી ચર્ચિત બની છે.રુ.૩,૫૦૦ માંગ્યાપ્રાપ્ત વિગતો મુજબ  બેંક સત્તાધીશો દ્વારા કરાયેલી પોલીસ ફરિàª
ગોંડલની   જલસા જેલ   માં લાંચ લેતા હવાલદાર ઝડપાયો
  • ગોંડલ સબ જેલ આવી ફરી વિવાદમાં
  • ગોંડલ સબ જેલનું બીજું નામ જલસા જેલ 
  • વિવાદિત સબ જેલ ફરી વિવાદમાં
જેલના કેદીને ટેલીફોનથી વાત કરવાની સુવિધા આપવા તથા જેલમાં હેરાનગતિ નહી કરવા માટે  મંગાયેલી લાંચ (bribe) ના છટકામાં ગોંડલ (Gondal)સબ જેલ (Jail) ના હવાલદારને એસીબી (ACB) દ્વારા ઝડપી લેવાતા બહુ વગોવાયેલી જલસા જેલ ફરી ચર્ચિત બની છે.
રુ.૩,૫૦૦ માંગ્યા
પ્રાપ્ત વિગતો મુજબ  બેંક સત્તાધીશો દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદ અન્વયે ફરિયાદી ગોંડલની સબજેલમાં હતા ત્યારે તેમની પાસે થી જેલના હવાલદાર જગદીશભાઈ ભીખનભાઇ સોલંકી એ જેલ ના ટેલીફોનમાંથી એક થી વધુ વખત વાત કરવાની સુવિધા આપવા તથા જેલમાં હેરાનગતિ નહી કરવાના બદલામાં અવેજપેટે રુ.૩,૫૦૦ માંગ્યા હતા.
એસીબીમાં ફરિયાદ
આ અંગે ફરિયાદીએ એસીબી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ કરતા એસીબી ના મદદનીશ નિયામક વી.કે.પંડયા ના માગઁદશઁન હેઠળ પીઆઇ.અજયસિહ ગોહિલ અને સ્ટાફ દ્વારા ગોઠવાયેલા છટકામાં લાંચ લેતી વેળા હવાલદાર જગદીશભાઈ સોલંકી ઝડપાઇ જતા કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ પણ સબ જેલ વિવાદમાં આવી
થોડા સમય પુર્વે સબ જેલ માથી મોબાઇલ ઝડપાયા હતા.એ પહેલા ગેગસ્ટર નિખિલ દોંગાના જેલ માં સામ્રાજ્યને કારણે સબ જેલ ખાસ્સી ચર્ચિત બનવા પામી હતી.એ સમય ના જેલર પરમાર સામે પણ હપ્તા સહીતની ફરીયાદો ઉઠતા જેલર સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો. આમ છેલ્લા કેટલાક સમયથી વિવાદીત બનેલી  સબ જેલ ના હવાલદાર લાંચ લેતા ઝડપાઇ જતા ચકચાર જાગી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.