રાજકોટ બસ સ્ટેશનમાં લીલી પરિક્રમાને લઇ ભારે ઘસારો
જૂનાગઢ (Junagadh) ગિરનાર (Girnar)ની ગોદમાં આવતીકાલની મધ્યરાત્રીથી પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. પૂણ્યનું ભાથુ બાંધવા છેલ્લા બે દિવસથી ભાવિકો ભવનાથ તળેટીએ પહોંચી ગયા છે. આશરે 3.50 લાખથી વધારે ભાવિકો ભવનાથ તળેટીમાં ધામા નાંખ્યા છે. રાજકોટ સહિત ગુજરાતભરમાંથી ભાવિકો ઉમટી પડતા હોવાથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 55થી વધારે બસો ખાસ ગીરનારની પરિક્રમા માટે દોડાવવામાં આવી રહી છે. રાજકોટ બસ ડà
જૂનાગઢ (Junagadh) ગિરનાર (Girnar)ની ગોદમાં આવતીકાલની મધ્યરાત્રીથી પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. પૂણ્યનું ભાથુ બાંધવા છેલ્લા બે દિવસથી ભાવિકો ભવનાથ તળેટીએ પહોંચી ગયા છે. આશરે 3.50 લાખથી વધારે ભાવિકો ભવનાથ તળેટીમાં ધામા નાંખ્યા છે. રાજકોટ સહિત ગુજરાતભરમાંથી ભાવિકો ઉમટી પડતા હોવાથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 55થી વધારે બસો ખાસ ગીરનારની પરિક્રમા માટે દોડાવવામાં આવી રહી છે.
રાજકોટ બસ ડેપોમાં મુસાફરોનો ધસારો
આજે સવારથી જ રાજકોટ એસટી બસ સ્ટેશનમાં પરિક્રમાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ ડેપો દ્વારા દોડાવવામાં આવી રહેલી બસમાં ભાવિકો ઉભા-ઉભા પણ જઈ રહ્યા છે. 55 બસનું સંચાલન કરવામાં આવતું હોવા છતાં પણ હજુ વધારાની બસો મૂકવાનું આયોજન ચાલી રહ્યું છે.
કોરોના હળવો થતાં લોકોની ભારે ભીડ
કોરોનાના નિયંત્રણો સંપૂર્ણ હટી જતાં આ વર્ષે ભાવિકો કોઈપણ જાતના ડર વગર પરિક્રમા માટે જઈ રહ્યા છે બે વર્ષથી નિયંત્રણો અને કેસ વધારે હોવાથી લોકો ભય અનુભવી રહ્યા હતા હાલ મુકતમને પરિક્રમા કરશે. 36 કિ.મી. પરિક્રમા 5 તબક્કામાં પર્ણ કરી ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધશે.બસપોર્ટ સાથે રેલવે સ્ટેશનમાં પણ ભીડ ઉભરાઈ છે. જોકે પરિક્રમા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી નાખી છે.
આ પણ વાંચો--ચોરી કરીને ધનતેરસના દિવસે પત્નિ-બાળકો માટે સોનાના દાગીના ખરીદ્યા, પાન-મસાલાના બાકી ચુકવ્યા
Advertisement