Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પરિણીતાએ મળવાની ના પાડતા તેના પુત્રનું અપહરણ કરી હત્યા

પરણિતા તાબે ન થતાં પરણિતાના પુત્રની કરી નાખી હત્યાબોટાદ થી વિછ્યા સુધી પીછો કરી બાળક અપહરણ કરી હત્યા કરીતળાવમાં ડુબાડી હત્યા કરીરાજકોટ જીલ્લામાં પરિણીતા તાબેના થતાં તેના પુત્રની હત્યા (Murder ) કરી દેવાઇ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવી છે. પોલીસે આ મામલે યુવકની અટકાયત કરી તપાસ શરુ કરી હતી. લગ્નમાં આવેલા બાળકનું અપહરણબોટાદ જિલ્લાના સરવા ગામે રહેતી સુમિતા અનિયાળીયા અને તેનો 5 વરà«
પરિણીતાએ મળવાની ના પાડતા તેના પુત્રનું અપહરણ કરી હત્યા
  • પરણિતા તાબે ન થતાં પરણિતાના પુત્રની કરી નાખી હત્યા
  • બોટાદ થી વિછ્યા સુધી પીછો કરી બાળક અપહરણ કરી હત્યા કરી
  • તળાવમાં ડુબાડી હત્યા કરી
રાજકોટ જીલ્લામાં પરિણીતા તાબેના થતાં તેના પુત્રની હત્યા (Murder ) કરી દેવાઇ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવી છે. પોલીસે આ મામલે યુવકની અટકાયત કરી તપાસ શરુ કરી હતી. 

લગ્નમાં આવેલા બાળકનું અપહરણ
બોટાદ જિલ્લાના સરવા ગામે રહેતી સુમિતા અનિયાળીયા અને તેનો 5 વર્ષ નો પુત્ર પ્રકાશ ગત તારીખ 2 ના વિછ્યાના અમરાપર ગામે લગ્ન માં આવ્યા હત્યા ત્યાં તેનો બાળક પ્રકાશ રમતો હતો અને અચાનક ગુમ થયો હતો. પરિવાર અને ત્યાં લગ્નમાં આવેલ તમામ લોકોએ બાળક શોધખોળ શરૂ કરી પણ બાળક મળ્યો ન હતો. આખરે બાળક ન મળ્યો. વિછ્યા પોલીસ મથકમાં  ગુમસુદા ફરિયાદ નોંધાઈ અને પોલીસે પણ બાળક શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ તપાસ માં આવી ચોંકાવનારી હકીકત સામે આવી
પોલીસે તપાસ કરતાં પ્રેમી હરેશ ગ્રાભડિયા એ અપહરણ કર્યા નું સામે આવ્યું હતું. પોલીસે બોટાદ જિલ્લાના વિરવા ગામે પહોંચી હરેશની પૂછપરછ કરી જેમાં હરેશ બાળકનું અપહરણ કરી ફરાર થયો હોવાનું અને ત્યારબાદ બાળકને તળાવમાં ડુબાડી હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ હરેશને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી હતી અને તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.  
પ્રેમીને મળવાની ના પાડતા અપહરણ અને હત્યા કરી
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે  પ્રેમી હરેશ પરણિતાને મળવા બોલાવી હતી. જોકે પરણિતાએ મળવા આવવા ના પડતા પરણિતાનો પીછો કરતો કરતો હરેશ વિછ્યાના અમરાપર પહોંચ્યો હતો. તેણે પરણિતાને મળવાના પ્રયાસ કર્યા પણ ન મળતા તેને ઝનુન ચડ્યું હતું. તે બાળક ઉપાડી જતો રહ્યો હતો. જોકે હાલ તો હરેશની પોલીસે અટકાયત કરી વધુ તપાસ પણ હાથ ધરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.




Advertisement
Tags :
Advertisement

.