Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot TRP: સરકાર દ્વારા ત્રણ ઉચ્ચતર અધિકારીઓની બનાવાઇ સમિતિ

Rajkot TRP: રાજકોટ અગ્રિકાંડ મામલે અત્યારે અનેક વિગતો સામે આવી રહીં છે. રાજ્ય સરકાર પણ અત્યારે આકરા પગલા પણ લઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટ TRP અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતે પ્રમાણે...
rajkot trp  સરકાર દ્વારા ત્રણ ઉચ્ચતર અધિકારીઓની બનાવાઇ સમિતિ

Rajkot TRP: રાજકોટ અગ્રિકાંડ મામલે અત્યારે અનેક વિગતો સામે આવી રહીં છે. રાજ્ય સરકાર પણ અત્યારે આકરા પગલા પણ લઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટ TRP અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતે પ્રમાણે સરકાર દ્વારા ત્રણ ઉચ્ચતર અધિકારીઓની સમિતિ બનાવાઇ છે. મનીષા ચંદ્રા, પી.સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલની સમિતિ બનાવવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો આગામી 30 જૂન સુધીમાં પોતાનો રિપોર્ટ તૈયાર કરશે. એટલું જ નહીં પરંતુ શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારને રિપોર્ટ સોંપશે. 4 જુલાઈના રોજ અશ્વિનીકુમાર રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરશે.

Advertisement

અગ્રિકાંડમાં કુલ 27 લોકોનાં મોત નીપજ્યા

ઉલ્લેખનીય છે કે, રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં (Rajkot TRP GameZone) વિકરાળ આગ લાગતા તેમાં રહેલા માસૂમ બાળકો સહિત કુલ 27 લોકોનાં મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટના બાદ સરકારના આદેશ અને હાઈકોર્ટના કડક વલણના કારણે તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે. sit ની ટીમ, રાજકોટ પોલીસ (RAJKOT POLICE), ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Crime Branch), SOG સહિત વિવિધ ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ કેસમાં ગેમઝોનના સંચાલકો સહિત કેટલાક સરકારી અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે હવે વધુ એક અધિકારી સામે કાર્યવાહી થશે એવી માહિતી મળી છે.

મુખ્યમંત્રીએ ફરી એક વાર વહીવટીતંત્રને કડક ટકોર કરી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારે કડક કાર્યવાહી શરુ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એક વાર વહીવટીતંત્રને કડક ટકોર કરી છે. આજે ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજકોટ ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઇ ભુલ થઇ ગઇ છે. આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીવન માટેની હોવી જોઇએ. આટલું બધુ કામ કર્યા બાદ પણ ક્યાક ને ક્યાંક આપણી ભુલો થાય છે તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: મિત્ર પર વિશ્વાસ કરવો ભારે પડ્યો, છેતરાયેલા યુવાકને કરવો પડ્યો આપઘાત

આ પણ વાંચો: Ahmedabad: લોકોને કરવું પડશે ચિપકો આંદોલન! વિકાસના નામે થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન

આ પણ વાંચો: Panchmahal: મોરવા હડફના મોરા ગામની નિરાધાર મહિલાને ચોમાસા પૂર્વે મળી છત

Tags :
Advertisement

.