Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot Test : સ્ટેડિયમના પાર્કિંગમાં જુગાર રમતા 7 લોકોને પોલીસે ઝડપ્યા

Rajkot Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝની 3 મેચ રમાઈ હતી, જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 434 રને હરાવ્યું હતું. જ્યા એક તરફ ટીમ ઈન્ડિયાની જીતની ખુશીમાં ફેન્સ ઝૂમી રહ્યા હતા...
08:33 AM Feb 19, 2024 IST | Hardik Shah
Source : Google

Rajkot Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝની 3 મેચ રમાઈ હતી, જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 434 રને હરાવ્યું હતું. જ્યા એક તરફ ટીમ ઈન્ડિયાની જીતની ખુશીમાં ફેન્સ ઝૂમી રહ્યા હતા તો બીજી તરફ ઘણા એવા લોકો પણ હતા કે જે તે સમયે જુગાર રમતા પકડાયા હતા.

જુગાર રમતા 7 શખ્સોને પોલીસે ઝડપ્યા

નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં એક તરફ ભારતીય ટીમ ઈંગ્લેન્ડને હરાવવાની મહેનત કરી રહી હતી. તો બીજી તરફ સ્ટેડિયમના પાર્કિંગમાં જ અમુક નબીરાઓ જુગાર રમી રહ્યા હતા. જોકે, જુગાર રમતા તમામ 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પડધરી પોલીસ દ્વારા આ 7 જેટલા નબીરાઓને 14,200 ની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

ભારતે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રને હરાવ્યું

આ મેચ (Test Match) ની શરૂઆતમાં ભારતની બેટિંગ (Batting) ની યોજાઈ હતી. ત્યારે આ યશસ્વી જયસ્વાલની શાનદાર બેવડી સદી (Century) બાદ બોલર રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની સ્પિનની મદદથી ભારતે રાજકોટ ટેસ્ટ (Rajkot Test Match) માં ઈંગ્લેન્ડને (England) 434 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા (India) એ ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડ (IND vs ENG) ની ટીમને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ચોથી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી

ત્યારે ભારતની ટીમ (India Team) દ્વારા ઈંગ્લેન્ડ (England) ની ટીમને 122 રનમાં ઓલ આઉટ કરી દેવામાં આવી હતી. આ રીતે ટીમ ઈન્ડિયા (India Team) એ ટેસ્ટ ક્રિકેટ (Cricket) માં રનના મામલે સૌથી મોટી જીત હાંસલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. રાજકોટ ટેસ્ટ મેચ (Rajkot Test Match) ની ચોથી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપ યાદવે પણ 2 વિકેટ પોતાના ખાતામાં લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો - INDvsENG Test Match: ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો

આ પણ વાંચો - IND vs ENG 3rd Test : યશસ્વીએ રચ્યો ઈતિહાસ, ફટકારી બેવડી સદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
gambling in the parkingIND vs ENGIND vs ENG 3rd TestIndia Vs Englandindia vs england 3rd testIndia vs England 3rd Test 4th dayNiranjan Shah Cricket StadiumPolice arrested 7 PeopleRAJKOTRajkot Test
Next Article