ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RAJKOT : કૃષ્ણનગરના સ્મશાનમાં દીપડો દેખાયો, નજરે જોનારા વ્યક્તિએ કહ્યું - દીપડો નહીં, પરંતુ સાક્ષાત મોત જોયું

અહેવાલ - રહીમ લખાણી  રાજકોટ પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી દીપડાની જોવા મળી રહી છે, ત્યારે રાજકોટ નજીક આવેલા કૃષ્ણનગરના સ્મશાનમાં દીપડો દેખાયો હતો. દીપડાને નજરે જોનારા વ્યક્તિનું કહેવું છે કે, તેમણે દીપડો નહીં પરંતુ સાક્ષાત મોત જોયું. રાજકોટ પંથકના દીપડાની...
02:50 PM Dec 25, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - રહીમ લખાણી 
રાજકોટ પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી દીપડાની જોવા મળી રહી છે, ત્યારે રાજકોટ નજીક આવેલા કૃષ્ણનગરના સ્મશાનમાં દીપડો દેખાયો હતો. દીપડાને નજરે જોનારા વ્યક્તિનું કહેવું છે કે, તેમણે દીપડો નહીં પરંતુ સાક્ષાત મોત જોયું.
રાજકોટ પંથકના દીપડાની દેહશત જોવા મળી રહી છે. રાજકોટ શહેરથી થોડે દૂર આવેલા કણકોટના કૃષ્ણનગર વિસ્તારમાં દિપડા દેખાયો હતો.  કૃષ્ણનગરના સ્મશાન વિસ્તારમાં લાલજીભાઈ વિરડીયા નામના વ્યક્તિ ચણ નાખવા માટે આવ્યા હતા, જોકે તેમને અચાનક જ દીપડાને સૂતો જોયો હતો. અદ્રશ્ય જોઈને ક્ષણભર માટે તો તેમના હોશ ઉડી ગયા હતા. બીજું કંઈ વિચારવાના બદલે તો તેમને સીધી ડોટ મૂકી હતી અને દિવાલ કૂદી ગયા હતા. આ લાલજીભાઈ નામના વ્યક્તિનું કહેવું છે કે, તેમની ઉંમર 60 વર્ષની છે. સામાન્ય રીતે ચાલવામાં પણ થોડી ઘણી તકલીફ પડતી હોય છે.પરંતુ ગઈકાલે દીપડામાં મોત દેખાતા તેઓ દોડીને દિવાલ કૂદી ગયા હતા.
લાલજી ભાઈ દોડીને દૂર થઈ ગયા બાદ પહેલા તેમના મિત્રોને ફોન કર્યો હતો, ત્યારબાદ ગામના અન્ય લોકોને જાણ કરી હતી. ગઈકાલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પહોંચી હતી. વન વિભાગ દ્વારા કૃષ્ણનગર પાસે પાંજરા મૂકવામાં આવ્યા હતા. છેલ્લા દસ દિવસથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાને શોધખોળ હાથ ધરી હતી.
જોકે છેલ્લા થોડા દિવસ થયા દીપડાના વાવડ મળી રહ્યા છે,પણ સગડ નથી મળતા. સ્થાનિકો દ્વારા રોજરોજ લોકેશન આપવામાં આવે છે, પરંતુ દીપડાની ભાળ નથી મળતી. ગઈકાલે જે રીતે દીપડાને જોતા ગ્રામ્ય વિસ્તારના લોકો પણ રાતભર જાગ્યા હતા.સ્થાનિક લોકોનું કહેવું છે કે, તેઓએ મોડી રાત સુધી ગામની દેખરેખ રાખી હતી. તો બીજી તરફ વન વિભાગના અધિકારીઓ પણ રાત ભર પેટ્રોલિંગમાં રહ્યા હતા. હાલ રાજકોટ પંથકના લોકો ઈચ્છી રહ્યા છે કે ઝડપથી દીપડો ઝડપાઈ જાય.
આ પણ વાંચો -- Gift City માં પ્યાસી ગુજરાતીઓને ગેરમાર્ગે દોરી મિલકત વેચાણ
Tags :
AnimaldangerkrishnanagarleopardRAJKOTWILD
Next Article