Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટ શહેર પોલીસ દ્વારા દિવાળીની અનોખી રીતે ઉજવણી કરાઇ, વાંચો અહેવાલ

અહેવાલ - રહીમ લખાણી  થોડા સમય પહેલા આલિયા ભટ્ટ લીડ રોલમાં અભિનય કરતી હોય તે પ્રકારનું ગંગુભાઈ કાઠીયાવાડી નામે મુવી આવ્યું હતું. ફિલ્મમાં કઈ રીતે આલિયા ભટ્ટ મજબૂરી તેમજ સંજોગો વસાત દેહ વ્યાપાર સાથે સંકળાય છે. તેમજ આ પ્રકારના ધંધા...
01:53 PM Nov 13, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - રહીમ લખાણી 
થોડા સમય પહેલા આલિયા ભટ્ટ લીડ રોલમાં અભિનય કરતી હોય તે પ્રકારનું ગંગુભાઈ કાઠીયાવાડી નામે મુવી આવ્યું હતું. ફિલ્મમાં કઈ રીતે આલિયા ભટ્ટ મજબૂરી તેમજ સંજોગો વસાત દેહ વ્યાપાર સાથે સંકળાય છે. તેમજ આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓને કેવી પીડા હોય છે કે કયા પ્રકારની પરિસ્થિતિ હોય છે તે દર્શાવવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર ખાતે પર આવેલા ભાવનગર રોડ પર આ જ પ્રકારે અનેક ગંગુભાઈ કાઠીયાવાડી વસવાટ કરતી હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા દિવાળીની અનોખી રીતે ઉજવણી કરાઇ 
રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં દિવાળીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરીને દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, સફાઈકર્મી તેમજ ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને કપડાં આપવામાં આવ્યા હતા. બીજી તરફ રાજકોટ શહેર થોરાળા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી તેમજ દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ તેમજ તેમના બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
કાયમી અંધકારમાં રહી પોતાનું જીવન જીવતી રૂપ જીવનીઓ સાથે પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. રાજકોટ શહેર ખાતે આવેલ ભાવનગર રોડ રેડ લાઈટ એરિયા તરીકે વર્ષોથી ઓળખાય છે. સૌ કોઈ જાણે છે કે અહી દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી અનેક મહિલાઓ પોતાના પરિવારજનો સાથે રહે છે. અહીંની મહિલાઓને રાહદારીઓ પણ ખરાબ નજરથી જોતા હોય છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ મહિલાઓને ફટાકડા ફોડાવી તેમજ તહેવાર અંતર્ગત મોઢું મીઠું કરાવી દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
દેહ વ્યાપારના ધંધા સાથે મજબૂરીમાં સંકળાયેલી મહિલાઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ જ્યારે તેમના વિસ્તારમાં પર્વની ઉજવણી કરવા પહોંચી હતી ત્યારે થોડા સમય માટે તેમને થયું હતું કે પોલીસ તેમને ત્યાં રેડ પાડવા આવી છે. તેમજ તેમના ધંધા બંધ કરાવવા આવી છે. પરંતુ જ્યારે અમે તેમને દિવાળી ઉજવવા આવ્યા છીએ એવું કહેતા તેમના આંખમાંથી આંસુઓ સરી પડ્યા હતા. કેટલીક મહિલાઓને અમે સમજાવટ પણ કરી છે કે તેઓ પોતાની દીકરીઓને ભવિષ્યમાં દેહ વ્યાપારના ધંધામાં ન ધકેલે.
તેમજ તેમને સારું ભવિષ્ય મળે તે માટે તેમને ભણાવે ગણાવે. તેમજ આ બાબતે કોઈ અન્ય સહયોગ જોતું હોય તો પોલીસ તે બાબતે તેમને મદદ પણ કરશે. સાથે જ જે મહિલાઓ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી છે તેમને આ પ્રકારનો ધંધો મૂકીને કોઈ કારખાનામાં નોકરી મળે તે માટેના પ્રયત્નો પણ અમારા દ્વારા કરવામાં આવશે. હાલ તો મહિલાઓએ પોલીસને પોતાનો પરિવાર માનીને દિવાળીના પર્વની ઉજવણી કરી છે.
આ પણ વાંચો -- Ahmedabad : રામોલમાં ફટાકડા ફોડવાના મુદ્દે પિતા-પુત્રની હત્યા
Tags :
DiwaliProstitutionRajkot CityThorala Policewomen
Next Article