Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: દિવાળી પુર્વે 25 જેટલી બહેનોની માટીકામની તાલીમ આપવામાં આવી

અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ  વર્તમાન સમયમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે ગુજરાત સરકારની અનેક સંસ્થાઓ દ્વારા મહિલાઓને તાલીમ આપીને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, કુટિર અને ગ્રામોદ્યોગ...
rajkot  દિવાળી પુર્વે 25 જેટલી બહેનોની માટીકામની તાલીમ આપવામાં આવી

અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ 

Advertisement

વર્તમાન સમયમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે ગુજરાત સરકારની અનેક સંસ્થાઓ દ્વારા મહિલાઓને તાલીમ આપીને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ તથા ઈન્ડેક્સ્ટ-સી દ્વારા રાજકોટ શહેરમાં દિવાળી પૂર્વે કારીગરોમાં ક્ષમતાનિર્માણ વિકસે તે માટે ટેરાકોટાના (માટીકામ) વર્કની તાલીમ આપવામાં આવી હતી. જેમાં બહેનોને માટી-કાચ કામ (મડ-મિરર વર્ક), આભલા વર્ક (મિરર વર્ક) જેવી ઘર-સુશોભનની વસ્તુ શીખવવામાં આવી હતી.

૧૫ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ

Advertisement

આ પ્રસંગે તાલીમાર્થી બહેનોને માટીકામની તાલીમ આપીને પગભર બનાવતા મિનલબેન દોશીએ જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ તથા ઈન્ડેક્સ્ટ-સી જેવી સંસ્થાઓ દ્વારા ૧૫ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાગ લેનાર ૨૫ જેટલી બહેનોની માટીકામની સ્કિલ અપગ્રેડ કરવામાં આવી, તેઓએ પોતાના વ્યવસાયની કેવી રીતે શરૂઆત કરવી, કેવી રીતે તેનું પેકેજીંગ અને બ્રાન્ડીંગ કરવું તથા તેમના વ્યવસાયમાં કેવી રીતે વિકાસ સાધવો તે અંગેની તાલીમ આપવામાં આવી હતી.

સ્વતંત્ર રીતે વ્યવસાય વિકસાવી શકે તે માટેની તાલીમ

Advertisement

માટીકામ માટે ચાકળો ચલાવતાના આવડતું હોય તેવા બહેનોને પણ તાલીમ આપવામાં આવે છે. માટી-કાચ કામ મડ-મિરર વર્ક, મિરર વર્ક, ડિઝાઈન, કલર કોમ્બીનેશન, કોર્ન વર્ક, ફિલીંગ વર્ક, કલરકામ, ફિનીસીંગ પણ શીખવવામાં આવ્યું છે. તમામ વ્યક્તિની કોઈક કામગીરીમાં નિપુણતા હાંસલ કરીને સાથે મળીને આ બહેનો પોતાનો સ્વતંત્ર રીતે વ્યવસાય વિકસાવી શકે તે માટેની તાલીમ આપવામાં આવી છે. વ્યવસાય શરૂ કર્યાના છ મહિના સુધી માર્કેટીંગ અને પ્રોડક્ટ સપોર્ટ પણ આપવામાં આવે છે, તેમ મિનલબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તાલીમમાં ૨૫-૩૦ જેટલી બહેનોનો સમાવેશ 

મહત્વનું છે કે, આ તાલીમમાં ૨૫-૩૦ જેટલી બહેનોનો સમાવેશ કરવામાં આવે છે. આ તાલીમમાં ઉપરોક્ત દર્શાવેલ તમામ કાર્યોની તાલીમ આપવાની સાથે ૧૫ દીવસના રૂ. ૩૦૦ લેખે પ્રતિ તાલીમાર્થીને રૂ. ૪૫૦૦ ચુકવવામાં આવે છે. તાલીમાર્થીઓ માટે કામ શિખવા માટે જરૂરી મટીરીયલ્સ અને ટુલકિટ આપવામાં આવે છે. તેમજ બહેનો માટે બપોરનું ભોજન તથા ચા-પાણીની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

EDII એટલે ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા

EDII અંગે વિગતો આપતા ક્રેડિટ લીંકેજ અધિકારીશ્રી ઋચા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, EDII એટલે ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, અમદાવાદ દ્વારા સમગ્ર કાર્યક્રમનું લીંકેજ કરવામાં આવે છે. હાલમાં જ આ બહેનોને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એન્ટરપ્રિન્યોરશિપ લીડ શ્રી હેતલ પાઠક દ્વારા તમામ વસ્તુઓનું મેકિંગ, પેકેજીંગ, માર્કેટીંગ અને બ્રાન્ડીંગ કરવા વિશે સર્વગ્રાહી તાલીમ આપવામાં આવી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કૌશલ્ય વિકાસ, તાલીમ અને ક્ષમતા નિર્માણ દ્વારા લોકોના જીવનમાં મજબુત અને મહત્તમ આજીવિકાના વિકલ્પોને પ્રોત્સાહન આપવાનું કાર્ય EDII દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો - બદલાતા સમય અને સોશિયલ મીડિયાના કારણે દિવાળીની શુભેચ્છા ગ્રીટિંગ કાર્ડની વર્ષો જૂની પરંપરા વિસરાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.