Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT : મધ્યસ્થ જેલમાં એક માસ સુધી "અહિંસાથી એકતા તરફ અભિયાન" યોજાયું

અહેવાલ - રહીમ લખાણી, રાજકોટ રાજકોટ તા. ૩૧ ઓકટોબર-રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી કે. એલ.એન. રાવની મંજૂરીથી રાજ્યના ૩૩  જિલ્લાઓની જેલમાં યોગ શિબિરો ગુજરાત સરકારના રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધી જયંતિના ૨ ઓક્ટોબરથી સરદાર પટેલ જયંતિ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ એક માસ...
rajkot   મધ્યસ્થ જેલમાં એક માસ સુધી  અહિંસાથી એકતા તરફ અભિયાન  યોજાયું
અહેવાલ - રહીમ લખાણી, રાજકોટ
રાજકોટ તા. ૩૧ ઓકટોબર-રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી કે. એલ.એન. રાવની મંજૂરીથી રાજ્યના ૩૩  જિલ્લાઓની જેલમાં યોગ શિબિરો ગુજરાત સરકારના રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધી જયંતિના ૨ ઓક્ટોબરથી સરદાર પટેલ જયંતિ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ એક માસ સુધી  "અહિંસા થી એકતા તરફ અભિયાન" નવચેતના યોગ શિબિર  થઈ હતી.  જે અન્વયે રાજકોટમાં પોપટપરામાં આવેલ મધ્યસ્થ જેલ ખાતે જેલ અધિક્ષકશ્રી નસરૂદિન લુહારની અનુમતીથી એક માસ સુધી યોજાઈ હતી. જેમાં નિયમિત રીતે ૨૨૮૦ કેદીઓએ વિવિધ યોગ  કર્યા હતા. મહિલા કેદીઓ સાથેના પાંચ બાળકોએ તથા એક સગર્ભાએ પણ હળવા યોગ કર્યા હતા.
જેલના એક જ પરિસરમાં આવેલ મહિલા અને પુરુષ બંનેની જેલમાં કેદી ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ  યોગ શિબિરની વ્યવસ્થા કરવામાં આવી હતી. "કેદી-સુધાર કાર્યકમમાં યોગના સમાવેશથી હકારાત્મક પરિણામ મળ્યા છે. યોગ શિબિરની સફળતાથી રાજ્ય સરકાર અને જેલ તંત્રના પ્રયાસો વિધયાત્મક વાતાવરણનું સર્જન કરે છે." તેમ જેલર બી.બી. પરમારે કહ્યુ હતુ.
આ યોગ શિબિર વિશે પુરુષ કેદીએ પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, જેલના કેદીઓએ યોગથી સ્વસ્થ જીવનની નવી દિશા મેળવી છે. દૈનિક જીવનમાં યોગ અપનાવવાથી ખૂબ ફાયદો થાય છે. યોગથી માથું કે પેટમાં દુઃખવા જેવી સામાન્ય બિમારીઓ દૂર થાય છે. સતત એક માસ યોગ કરવાથી અમને યોગની આદત પડી ગઈ છે. આવા સુંદર આયોજન માટે અમે જેલના સ્ટાફ, યોગ બોર્ડ અને રાજ્ય સરકારના આભારી છીએ."
જ્યારે અન્ય મહિલા કેદી શીતલ બારૈયા કહે છે કે, "જેલમાં યોગ થવાથી તન અને મન બંનેની તંદુરસ્તી જળવાઈ રહેશે. દરરોજ સામૂહિક યોગ કરવાથી શરીરમાં સ્ફુર્તિ તો રહે જ છે સાથો સાથ ગુસ્સો નથી આવતો અને મગજ શાંત રહે છે."

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.